લો બોલો…ટી-20ની એક જ મેચમાં આ બેટ્સમેને ઠોકી દીધા 46 રન, અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર બની ગઈ, જુઓ વીડિયો

6,4,6,6,6,6,6… એક જ ઓવરમાં બેટ્સમને મારી દીધા 46 રન, બની IPLની સૌથી મોંઘી ઓવર, જુઓ વીડિયો

હાલ આપણા દેશમાં આઇપીએલ (ipl) નો માહોલ જામેલો છે અને દરેક મેચ ખુબ જ રોમાંચક પણ બની રહી છે. ઇન્ટરનેટ પર પણ આઇપીએલના ઘણા બધા વીડિયો અને તસવીરો સામે આવતી રહે છે. ત્યારે હાલમાં જ IPLની ધૂમધામ વચ્ચે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેટ્સમેન બોલરને બરાબરનો ફટકાર્યો.

આ વિડીયો જોયા પછી બધા ચોંકી ગયા છે. જો અમે તમને પૂછીએ કે કોઈ ટીમ એક ઓવરમાં વધુમાં વધુ કેટલા રન બનાવી શકે છે, તો તમારો જવાબ છે 6 સિક્સરમાં 36 રન અને આ એક કે બે વાઈડ કે નો બોલ સાથે, તો પણ 40થી વધુનો આંકડો પાર થઈ શકે છે. પરંતુ વાયરલ વીડિયોમાં બેટ્સમેન બીજા એકમા જ ઓવરમાં 46 રન કલેક્ટ કરતો જોવા મળે છે.

આ ઓવરને ટી20 ક્રિકેટના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર પણ કહેવામાં આવી રહી છે. ફેન કોડે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ઓવરમાં 46 રન બનાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ સિદ્ધિ KCC ફ્રેન્ડલી મોબાઈલ T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2023 નામની ટૂર્નામેન્ટમાં થઈ છે.

વીડિયો ક્લિપમાં જાણવા મળ્યું છે કે ઓવરમાં 46 રન આપનાર બોલરનું નામ હરમન છે. હરમને ઓવરની શરૂઆત નો બોલથી કરી જે સિક્સર ફટકારી હતી. પછીના બોલ પર બાય તરીકે ચાર રન આવ્યા. આ પછી હરમનના દરેક બોલ પર સિક્સર ફટકારવામાં આવી હતી. આ દરમિયાન બીજો નો બોલ આવ્યો.

Niraj Patel