રામલલાને લાગશે 44 ક્વિંટલ શુદ્ધ દેસી ઘીના લડ્ડુનો ભોગ, વિશેષતા એવી કે 6 મહિના સુધી નહિ થાય ખરાબ

પ્રાણ પ્રતિષ્ઠામાં દેવરહા બાબા તરફથી 44 ક્વિંટલ લડ્ડુનો લાગશે ભોગ, આ પ્રસાદ નહિ થાય 6 મહિના સુધી ખરાબ

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી જોરો પર છે. સમારોહમાં સામેલ થનાર ભક્તોના રહેવાથી લઇને સુરક્ષા સુધીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વચ્ચે પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે હવે લડ્ડુ બનવાના શરૂ થઇ ગયા છે.ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કામદારો દેશી ઘીમાંથી બનેલા ખાસ લાડુ તૈયાર કરી રહ્યા છે.

44 ક્વિંટલ શુદ્ધ દેસી ઘીના લડ્ડુ

મીડિયાના અહેવાલો અનુસાર, આ પ્રસાદ દેવરહા બાબા દ્વારા 22 જાન્યુઆરીએ આવનારા રામ ભક્તોને વહેંચવામાં આવશે. લાડુનો પ્રસાદ તૈયાર કરીને ટિફિનમાં પેક કરવામાં આવશે. અહેવાલમાં દેવરહા બાબાના શિષ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘આ શુદ્ધ દેશી ઘીમાંથી બનેલ લાડુ છે, જેમાં પાણીના એક ટીપાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, તે 6 મહિના સુધી બગડે નહીં. સૌથી પહેલા ભગવાન રામ લાલાને ચાંદીની થાળીમાં અર્પણ કરવામાં આવશે.

પ્રસાદ નહિ થાય 6 મહિના સુધી ખરાબ

આ પછી પ્રસાદ આવનાર વીઆઈપીને આપવામાં આવશે. એક બોક્સમાં કુલ 11 લાડુ હશે. દર્શન માટે આવનારા રામ ભક્તોને પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે, ડબ્બામાં 5 લાડુ હશે. દેવરહા બાબાની પ્રેરણાથી 1 હજાર 111 મણ લાડુ ચઢાવવામાં આવ્યા છે. રામલલાને 44 ક્વિન્ટલ લાડુ અર્પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે ભૂમિપૂજનમાં પણ દેવરહા બાબા દ્વારા હજારો ક્વિન્ટલ લાડુ ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા.

એક ટીપું પણ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

કુલ 40 કારીગરો 44 ક્વિન્ટલ લાડુ તૈયાર કરવા માટે રોકાયેલા છે, આ લાડુની ખાસિયત એ છે કે તેમાં એક ટીપું પણ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે દેવરહા બાબા એવા સંત હતા જેમણે રામ મંદિરના નિર્માણની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.

Shah Jina