BREAKING : મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 500થી વધુ લોકો પુલ પરથી મચ્છું નદીમાં ખાબક્યા, જુઓ તસવીરો

આપણા રાજ્ય ગુજરાતનો ઐતિહાસિક ગણાતો એવો એક માત્ર ઝૂલતો પુલ સમી સાંજે મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે તો પુલ પર મોટા પ્રમાણમાં ફરવા વાળા લોકો હાજર હતા. પુલ તૂટતાં જ 400થી વધુ સહેલાણીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

મહત્ત્વનું છે કે, તે સમયે રેસ્ક્યૂ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી માનવસાંકળ રચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે મોરબીનો આ પુલ છેલ્લા ઘણા ટાઇમથી રિપેરીંગ કામને કારણે બંધ હતો. પરંતુ તેનું સમારકામ પૂર્ણ થઈ જતાં આ પુલ નવા વર્ષથી ફરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પણ આજે ઝુલતો પુલ તૂટતા એક મોટી દુર્ઘટના બની છે. જેના કારણે અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા હોવાની માહિતી મળી રહી છે. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટનામાં સેંકડો પટકાયા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. આશરે 400થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે. સમારકામના 5 દિવસ પછી મોરબીનો આ ફેમસ ઝુલતો પુલ તૂટી પડ્યો છે. નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો.

તમને જાણવી દઈએ કે વર્ષ 1879માં મોરબીના આ પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ ખાતમુહૂર્ત થયું હતું. ત્યારે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન બ્રિટનથી લાવવામાં આવ્યો હતો. આ ફેમસ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે.

YC