સુરતમાંથી ઝડપાઇ વેબસિરિઝમાં કામ કરી ચૂકેલી 4 મોડલ, એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટે કર્યો હાઇપ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ

સુરતમાંથી એક મોટી ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે, હાઈ પ્રોફાઈલ સે**રેકેટ ઝડપાયુ હોવાની ખબર સામે આવી. આ રેકેટને બાતમી મળ્યા બાદ એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટે ઝડપ્યુ હતુ. વેસુ વિસ્તારમાં આવેલ પાર્ક સેલિબ્રેશનમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટ દ્વારા ડમી ગ્રાહક મોકલી દરોડા પાડવામાં આવ્યા અને ચાર રૂપલલનાઓને પકડી પાડવામાં આવી, સુરતના પોશ વિસ્તારમાં ઉદ્યોગપતિઓ અને સારા ઘરના નબીરાઓ સુધી મુંબઇથી મોડલ બોલાવી પહોંચાડવામાં આવતી અને સુરતના બે દલાલો દ્વારા આ રેકેટ ચલાવવામાં આવતું.

દલાલો પોતાના ગ્રાહકોને દર અઠવાડિયે નવી નવી મુંબઇની મોડલો બતાવતા અને ત્રણ કલાકના 18થી 20 હજાર રૂપિયા લેતા.ત્યારે પોલીસે ડમી ગ્રાહક બની આ હાઇપ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં પોલીસે બે દલાલને વોન્ટેડ જાહેર કર્યા છે અને ચાર મોડલને ઝડપી પાડી મુક્ત કરાવી છે. જે મોડલો પકડાઇ છે તે અનેક વેબ સિરીઝમાં નાનો મોટો રોલ કરી ચૂકી છે. સુરત એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટને મળેલ બાતમી અનુસાર, વેસુ વીઆઇપી રોડ પાસે આવેલ એટલાન્ટિસ સ્કેવરમાં આવેલ ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટલમાં મુંબઇની કેટલીક મોડલો રોકાઇ છે અને આ મોડલો પાસે રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે.

સુરતના બે દલાલ કે જેમના યુવરાજ અને જાવેદ છે તેઓ આ મોડલોને હાઈ પ્રોફાઈલ નબીરાઓને સપ્લાય કરતા. યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ બંને દલાલો સુરતના હાઈ પ્રોફાઈલ ગ્રાહકોને વોટ્સએપ મારફતે મોડલોના ફોટા મોકલતા અને તે બાજ ભાવ નક્કી થતો. આ પછી મોડલને મુંબઇથી સુરત બોલાવવામાં આવતી હતી. ત્યારે બાતમી મળ્યા બાદ પોલીસે એક ડમી ગ્રાહક દ્વારા ઓનલાઇન ચાલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો.

મોડેલની પૂછપરછ કરતા હોટલમાંથી અન્ય ત્રણ મોડેલો મળી આવી. 18થી 22 વર્ષની આ ચારેય મોડેલો મુંબઈની છે. આ મોડેલોએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને ટીવી સિરિયલમાં પણ સાઈડ રોલ કર્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, કસ્ટમરને ત્રણ કલાકના 17થી 20 હજાર રૂપિયા મોડલનો ભાવ કહેવાતો અને ત્રણથી પાંચ હજાર મોડલને ચૂકવવામાં આવતા. પેમેન્ટ રોકડા કે પેટીએમથી કરાતું અને માત્ર 2 કલાકની 20 હજાર પ્રાઇઝ હોઇ હાઈ પ્રોફાઈલ ઘરના નબીરા, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરે આ દલાલોના નિયમિત કસ્ટમરો હતા.

આ ઉપરાંત મોડલ દર સપ્તાહે બદલાઇ જતી. દર અઠવાડિયે નવી-નવી મોડલ આવતી. દલાલો યુવતીઓને વેસુની હોટલમાં માત્ર ઉતારો જ આપતા. 90 રૂમ ધરાવતી પાર્ક સેલિબ્રેશન હોટલના રૂમનું ભાડું રૂપિયા 2થી 5 હજાર છે. યુવતીઓને હોટલમાં નહીં પણ કસ્ટમર કહે તે લોકેશન પર મોકલવામાં આવતી. કસ્ટમર દ્વારા મોકલવામાં આવતા એડ્રેસ પર દલાલો મોડલને મુકવા જતા અને કેટલાક કસ્ટમરો તો પોતે મોડલોને લેવા જતા.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks-Surat (@gujjurocks.surat)

Shah Jina