હે ભગવાન ! 2 મહિના બાદ જ થવાના હતા લગ્ન, યુવક અને યુવતી જઈ રહ્યા હતા દ્વારકા અને નડ્યો અકસ્માત, બંનેના થયા મોત

રાજ્યમાં એક જ દિવસમાં 2 ભયાનક અકસ્માત, 4 લોકોના મોત, એક યુવક યુવતીને તો લગ્નના 2 મહિના પહેલા જ મોત ભરખી ગયું, કાળજું કંપાવી દે તેવી ઘટના

4 died due to accident in Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, કેટલાય લોકોના અકસ્માતના કારણે મોત નિપજ્યા છે, તો હાલ શિયાળાની મોસમ પણ ચાલી રહી છે. એક તરફ જ્યાં શિયાળાના કારણે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે તો તેના કારણે અકસ્માત થતા હોવાની ઘટના પણ સામે આવતી હોય છે, હાલ એવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ધુમ્મસના કારણે એક યુવક યુવતીએ લગ્નના બે મહિના પહેલા જ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

ધુમ્મસના કારણે અકસ્માત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ, ઉપલેટા અને જામનગર પંથકના પટેલ પરિવારના સભ્યો એક પ્રસંગ પૂર્ણ કર્યા બાદ દ્વારકા દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ ધુમ્મસના કારણે તેમની કાર લીંબડી પાસે પલટી ખાઈને પુલ નીચે પડી ગઈ હતી. આ અકસ્માતની અંદર 24 વર્ષીય છાયાબેન ગજેરા અને તેમના 25 વર્ષીય મંગેતર હર્ષ સોજીત્રાનું મોત થયું હતું. આ ઉપરાંત કારમાં બેઠેલા બે અન્ય વ્યક્તિ હેવન વસોયા અને એક અન્ય મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા.

લગ્નના બે મહિના પહેલા જ મોત ભરખી ગયું :

છાયાબેન અને હર્ષની સગાઈ થઇ ચુકી હતી અને તેમના લગ્ન 2 મહિના બાદ જ થવાના હતા, ત્યારે લગ્ન પહેલા જ આ અકસ્માતમાં યુવક અને યુવતીનો જીવ ચાલ્યો જવાના કારણે પટેલ પરિવારમાં પણ ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. તો અન્ય એક અકસ્માતમાં સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ એક ટ્રાવેલ્સ બસ અથડાતા 2 લોકોના મોત થયા છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે.

વધુ એક અકસ્માતમાં 2ના મોત :

આ રીતે રાજ્યમાં અલગ અલગ 2 અકસ્માતની અંદર 4 લોકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર થયેલો અકસ્માત પણ એટલો ભયાનક હતો કે લોકોના રૂંવાડા  ઉભા થઇ ગયા. બંધ પડેલા ડમ્પર પાછળ બસ એટલી ભયાનક રીતે અથડાઈ હતી કે આસપાસના લોકો પણ તરત દોડી આવ્યા અને ઘાયલોને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં 2 લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

Niraj Patel