આને કહેવાય સાચો કલાકાર, રોડ ઉપર બનાવ્યું એવું 3D પેઈન્ટીંગ કે અકસ્માતના ડરથી ગભરાઈ ગયા લોકો

દુનિયાની અંદર એવા એવા કલાકારો ભરેલા પડ્યા છે જેના વિશે કલ્પના પણ ના કરી શકાય. ઘણા એવા કલાકારો હોય છે જે તેમની કલાકારીથી લોકોને પણ હેરાન કરી દેતા હોય છે. આવી કલાકારીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. આવા જ એક કલાકારની અદભુત કલાકારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ કલાકારે રસ્તાની ઉપર એવું 3D પેઇન્ટિંગ બનાવ્યું છે કે તેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા અને સ્કૂટર અને કાર લઈને આવનારા લોકો પણ બ્રેક લગાવી દે છે. તેની આ કલાકારીની લોકો ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે, સાથે જ ઘણા લોકોનું કહેવું છે કે આ જોખમ કારક પણ સાબિત થઇ શકે છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક કલાકાર રોડની ઉપર એક 3D પઈંટિંગ બનાવે છે અને આ પેઇન્ટિંગ જોઈને કોઈને પણ એવું લાગે કે રસ્તો આટલેથી બંધ થઇ ગયો છે અને તેમાં નીચે ઉતરવાના પગથિયાં અને મોટો ખાડો પડી ગયો છે. આ પેઈંટીન્ગ બનાવ્યા બાદ ત્યાંથી કેટલાક વાહનો અને રાહદારીઓ પણ પસાર થાય છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)


વીડિયોની અંદર આગળ જોવા મળે છે કે એક વ્યક્તિ ત્યાં સ્કૂટર લઈને આવે છે ત્યાં બાજુમાંથી જ ડરનો માર્યો નીકળી જાય છે તો બીજો એક વ્યક્તિ ચાલતા આવીને તે જગ્યાએ અટકી જાય છે તેની સાથે જ એક બીજો સ્કૂટર વાળો પણ બ્રેક લગાવી બંને સાથે બાજુના રસ્તેથી નીકળે છે. છેલ્લે એક કાર આવે છે અને એ પણ આ પેઇન્ટિંગની આગળ આવીને જ બ્રેક લગાવી દે છે.

Niraj Patel