અમદાવાદના રૂંવાડા ઉભા કરી દેનારા અકસ્માતની ઘટનાનો લાઈવ વીડિયો થયો બાઇકરના 360 કેમેરામાં કેદ, જોઈને તમારા હાજા ગગડી જશે, જુઓ

રાત્રે અમદાવાદનો જે ઇસ્કોન બ્રિજ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો એ અકસમાતનો લાઈવ વીડિયો આવ્યો સામે, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો

360 video of Ahmedabad accident : ગઈકાલે રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મરણીયા ચીસો સંભળાઈ, અકસ્માતમાં એક સાથે 9 લોકોના દુઃખદ મોત થયા અને 10થી વધુ લોકો ઘાયલ થઇ ગયા. આ અકસ્માતની જાણ થતા જ લોકોના રૂંવાડા પણ ઉભા થઇ ગયા. ત્યારે આ ઘટનાને લઈને રૂંવાડા ઉભા કરી દેનારી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા, ત્યારે હવે આ અકસ્માતનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જે એક બાઇકરના બાઈક પર લગાવેલા 360 કેમેરામાં કેદ થઇ ગયો હતો.

સપોર્ટ બાઈક પર 360 કેમેરો લગાવ્યો હતો :

આ અકસમાતના સરકાર તરફથી હજુ કોઈ સીસીટીવી ફૂટેજ રિલીઝ કરવામાં નથી આવ્યા, પરંતુ એક બાઈકરના કેમેરામાં કેદ થયેલો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગ્રીન સ્પોર્ટ્સ બાઈક ચલાવનાર વ્યક્તિ તેના બાઇકમાં લગાવેલા 360 ડિગ્રી કેમેરામાં તેનો ટ્રાવેલિંગ વીડિયો બનાવી રહ્યો છે અને જે હાઇવે પર અકસ્માત થયો હતો તે હાઇવે પર જ પોતાની બાઈક હંકારી રહ્યો છે.

રેન્ડમ વીડિયો બનાવતા અકસ્માત કેદ થયો :

આ દરમિયાન જ તે ઇસ્કોન બ્રિજ પર સામેની તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના કેમેરામાં સામેની તરફ પુરપાટ ઝડપે દોડી આવતી જેગુઆર કાર લોકોને કચડી રહી છે તે ઘટના પણ કેદ થઇ ગઈ. વીડિયોમાં જેગુઆર જેટ સ્પીડથી આગળ વધીને લોકોને કચડતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તે ટોળાના ઉભેલા લોકોને 30 ફૂટ ઊંચે ફંગોળતી પણ જોવા મળી રહી છે. વીડિયોમાં બાઈકનું હેન્ડલ અને મિરર પણ દેખાઈ રહ્યો છે. 46 સેકેંડનો આ વીડિયો રૂંવાડા ઉભા કરી દેનારો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

થાર અને ડમ્પર જોવા ઉભું હતું લોકોનું ટોળું :

આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે એક થાર કાર એક ડમ્પરની પાછળ ઘુસી ગઈ હતી અને તેને જોવા માટે લોકોનું ટોળું પણ ઉભું હતું, ત્યારે જ તેજ ગતિએ આવતી જેગ્યુઆરે લોકોને કચડી નાખ્યા, જે બાઈક સવારના કેમેરામાં આ ઘટના કેદ થઇ તે પણ પોતાનું બાઈક પાછું વાળીને જોવા માટે ઉભો રહે છે. તમને જણાવી દઈએ કે આ કાર બીજું કોઈ નહિ પરંતુ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો.

Niraj Patel