હાર્ટ એટેકે લીધો વધુ એક યુવકનો જીવ ! સુરેન્દ્રનગરના 31 વર્ષિય યુવાનનું છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ થયુ મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના 31 વર્ષ યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હોવાની ખબર સામે આવી. 31 વર્ષીય અંકિત રાવલ કે જે વઢવાણમાં રહેશે તેને છાતીમાં દુખાવો ઉપાડતા તેને હોસ્પિટલ ખસેડાયો જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તે મોતને ભેટ્યો.

વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ત્રણ માળિયા મકાનમાં 31 વર્ષે યુવક અંકિત રાવલ વસવાટ કરતો હતો જેને બેહોશ હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે યુવાનો હાર્ટ અટેકથી મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરેન્દ્રનગરના સાયલાના તાલુકાના સુદામણા ગામે 25 વર્ષે યુવાન કલ્પેશ ચાવડાનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મૃતક પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો પણ અચાનક પ્રેક્ટિસ કરતા સમયે તેને હાર્ટ અટેક આવ્યો અને તે મોતને ભેટ્યો.

Shah Jina