બનાસકાંઠામાં પેપરમીલના કુવામાં ગૂંગળામણથી 3 શ્રમિકોએ ગુમાવ્યા જીવ, 2ની હાલત ગંભીર, જાણો સમગ્ર મામલો

3 workers die of suffocation in a paper mill : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યાંક રોડ અકસ્માતના મામલા સામે આવે છે તો ક્યાંક કોઈ અન્ય મામલો સામે આવતા હોય છે, હાલ એવો જ એક મામલો બનાસકાંઠાના પલપનપુર ડીસા હાઇવે પર આવેલી એક પેપર મિલમાં બન્યો. જ્યાં ગૂંગળામણના કારણે 3 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જયારે બે શ્રમિકોની હાલત ગંભીર હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ બાદરપુરા ગામમાં એક 20 વર્ષ જૂની મહેશ્વરી પેપટ મિલ છે. જ્યાં મિલન અંદરના ભાગે પેપર પલાળવા માટે ચાર નાની કુંડીઓ બનાવવામાં આવી છે. જે છેલ્લા ઘણા સમયથી બંધ હતી અને તેના કારણે આ કુંડીઓમાં ગેસ એકઠો થઇ ગયો હતો. એક મજુર ગતરોજ કુંડીમાં ઉતર્યો હતો. જ્યાં તેના શ્વાસ રૂંધાતા તે બેભાન થઇ ગયો હતો, તેને બહાર કાઢવા માટે એક અન્ય 4 મજુરો પણ અંદર ઉતર્યો પરંતુ તેના પણ શ્વાસ રૂંધાતા તે પણ બેભાન થઇ ગયા.

જેના બાદ 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટિમો ઘટના સ્થળે દોડી આવી હતી અને મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે સેફટીના સાધનો સાથે અંદર ઉતરીને મજૂરોને બહાર કાઢ્યા અને 108 મારફતે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા, પરંતુ ત્યાં 3 મજૂરોને તબીબે મૃત જાહેર કર્યા હતા અને 2ની હાલત હજુ પણ ગંભીર છે.

આ સમગ્ર મામલે પેપ મિલન ડિરેક્ટર જય પ્રકાશે જણાવ્યું હતું કે પેપર મિલમાં ગૂંગળામણના કારણે શ્રમિકોના જીવ ગયા છે. આ ઘટના અંગે જાણ થતા જ હું તાત્કાલિક મિલ પર આવી પહોંચ્યો હતો. મિલમાં ઓક્સિજન ટેન્ક હતી તે લઈને જ શ્રમિકો અંદર ઉતર્યા હતા, પરંતુ તેમને તે ટેન્ક ચાલુ કરતા ના આવડત તેનો ઉપયોગ કરી શક્યા નહીં. ઘટના બાદ પેપર મિલન કર્મચારીઓ અને મૃતકોના પરિવારજનોમાં  ઊંડા શોકનો માહોલ ફરી વળ્યો છે.

Niraj Patel