કારની અંદર 3 બાળકોના થયા દર્દનાક મોત, મચી ગયો હડકંપ, તમે પણ સાવધાન થઇ જજો….આ ભૂલ ન કરતા

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાના ઘરથી 50 મીટર દૂર SUVમાં એક ભાઇ-બહેન સહિત ત્રણ બાળકો રવિવારે સાંજે મૃત અવસ્થામાં મળી આવ્યા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.

ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન, આલિયા ફિરોઝ ખાન અને આફરીન ઇર્શાદ ખાન શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ગુમ થયા હતા. જ્યારે બાળકો શનિવારની મોડી સાંજ સુધી પરત ન આવ્યા, ત્યારે માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને અપહરણનો કેસ નોંધાવ્યો. રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ એક કોન્સ્ટેબલે તેમના ઘરની નજીક એક SUV પાર્ક કરેલી જોઈ અને અંદર ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા.

તૌફિક અને આલિયા ભાઈ-બહેન હતા, જ્યારે આફરીન નજીકમાં રહેતી હતી. નાગપુર પોલીસ કમિશ્નરે જણાવ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકોના મોત પાછળનું કારણ જાણવા મળશે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હકી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસ કમિશનરે જણાવ્યું કે ગુમ થયેલા બાળકોના મૃતદેહ તેમના ઘરની નજીક પાર્ક કરેલી જૂની કારમાંથી મળી આવ્યા હતા.

ત્રણેય બાળકો રમતા રમતા કારમાં બેસી ગયા અને દરવાજો અંદરથી લોક કરી દીધો. ગરમી અને શ્વાસ રૂંધાવાથી ત્રણેયના મોત થયા હોવાનું કહેવાઇ રહ્યુ છે. જો કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ જાણી શકાશે. પ્રાથમિક દ્રષ્ટિએ, પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે. ઘટના બાદથી વિસ્તારમાં તણાવનો માહોલ છે.

Shah Jina