મંગળ કરશે અમંગળ! આજથી આ 3 રાશિના લોકો રહે સાવધાન, મંગળ-રાહુ બનાવી રહ્યા છે અંગારક યોગ

મંગળના રાશિ પરિવર્તનથી બનશે અંગારક યોગ, આ 3 રાશિના લોકોના થશે ખરાબ હાલ

એ તો આપણ બધા જાણીએ જ છીએ કે દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે પોતાની રાશિ બદલે છે અને કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેની શુભ અને અશુભ બન્ને અશર લોકો પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આજે એટલે કે 27 જૂનના રોજ મંગળ ગ્રહ પોતાની રાશિ બદલી રહ્યો છે. તે પોતાની જ રાશિ મેષમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ ગ્રહ પહેલાથી જ હાજર છે. મંગળના પ્રવેશથી રાહુ અને મંગળની યુતિ અંગારક યોગ બનાવશે. આ યોગને સારો માનવામાં આવતો નથી. અંગારક યોગની અસર દરેક રાશિઓ પર થશે પરંતુ આ ત્રણ રાશિઓ પર વિશેષ થશે.

આ ત્રણ રાશિના લોકોએ સાવધાની રાખવી પડશે
મેષ રાશિમાં રાહુ-મંગળની યુતિથી બનેલ અંગારક યોગ 10 ઓગસ્ટ સુધી રહેશે. એવામાં આ લોકોને થોડા સાવધાની રાખવાની જરૂર છે. 10 ઓગસ્ટ સુધી કોઈ પણ મોટા નિર્ણયો લેતા પહેલા વિચારવું જરૂરી છે.

વૃષભ રાશિ: રાહુ અને મંગળની યુતિથી બની રહેલો અંગારક યોગ વૃષભ રાશિના જાતકો માટે અનેક સમસ્યા લઈને આવશે. ખાસ કરીએ આ રાશિના લોકોને ધનહાની થવાના વધુ ખતરો છે. આ સમય દરમિયાન તમારા ખર્ચા વધશે અને તેની અસર તમારા ઘરના બજેટ પર પડશે. આ ઉપરાંત પરિવારના સભ્યો સાથે વાદ વિવાદ થઈ શકે છે. તેથી વાણી અને વર્તનમાં સંયમ રાખવો જેથી વિવાદથી દૂર રહી શકાય. આ ઉપરાંત દુશ્મનોથી સાવધાન રહેવું અને વેપારી લોકોએ આ સમયગાળા દરમિયાન કોઈ મોટો પ્રોજેક્ટ હાથમાં ન લેવો.

સિંહ રાશિ: સિંહ રાશિના લોકોને પણ આ સમયગાળા દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમને નશીબનો સાથ નહીં મળે. મહેનત કરવા છતા યોગ્ય પરિણામ ન મળે તેવું બને. આ ઉપરાંત નક્કી કરેલા કામોમાં પણ વિલંબ થશે. યાત્રા રદ થઈ શકે છે. આ ઉપરાંત બીજા પણ જોખમો હોવાથી બને તો લાંબી યાત્રા કરવાથી બચવું. શરીર સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઈ શકે છે. તેથી બહારની વસ્તુઓ ખાવાથી બચો. ઘરનો પોષ્ટિક આહાર લેવો હિતાવહ છે.

મકર: અંગારક યોગ મકર રાશિના લોકોને પણ ઘણા પ્રકારની મુશ્કેલીઓમાં મુકી શકે છે. નોકરી ધંધામાં સમસ્યા આવી શકે છે. પરિવારના સભ્યો સાથે તકરાર થઈ શકે છે. આ ઉપરાંત વર્ક પ્લેસમાં પણ તમારા સિનિયરો સાથે મતભેદ થવાથી તમે તણાવમાં રહી શકો છે. તેથી સાવધાની પૂર્વક નિર્ણય લો અને વિવાદથી બચો.

YC