સાપ જેમ કાંચળી ઉતારે તેમ ઉતરી રહી છે આ વ્યક્તિની ત્વચા, 25 વર્ષનો આ યુવક પીડાઈ રહ્યો છે એવી દુલર્ભ બીમારીથી કે જોઈને તમારું કાળજું કંપી જશે

દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જે કેટલીક દુર્લભ બીમારીઓથી પીડાતા હોય છે, જેને જોઈને આપણને પણ તેમના ઉપર દયા આવી જતી હોય છે. ઘણી બીમારીઓ એવી પણ હોય છે જેનો કોઈ ઈલાજ પણ નથી હોતો અને તે વ્યક્તિને જીવનભર તે બીમારી સાથે ઝઝૂમવું પડે છે. આજે અમે તમને એક એવા જ વ્યક્તિની બીમારી વિશે જણાવીશું જેને જોઈને તમારું કાળજું પણ કંપી ઉઠશે.

બિહારના 25 વર્ષીય મજેબર રહેમાન મલિક તેની દુર્લભ બીમારીને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મલિક એરિથ્રોડર્મા નામની સ્થિતિથી પીડાય છે, જે ત્વચાની ગંભીર અને સંભવિત જીવલેણ બળતરા છે. આ સ્થિતિમાં, દર્દીની ત્વચા લાલ પરતદાર થઈ જાય છે, જેને ‘રેડ મેન સિન્ડ્રોમ’ પણ કહેવામાં આવે છે.

જન્મના થોડા દિવસો બાદ મજબીર આ બીમારીની ઝપેટમાં આવી ગયો હતો. જેના કારણે દર અઠવાડિયે તેની ત્વચા ખરી જાય છે. આ ઉપરાંત શિયાળામાં તેની ત્વચા એટલી શુષ્ક થઈ જાય છે કે તેમાં તિરાડો પડી જાય છે. ગામમાં ડોક્ટરને બતાવ્યા બાદ તેને ડોક્ટરે સારવાર માટે મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી. પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે પરિવાર મલિકની તબીબી જરૂરિયાતો પૂરી કરી શકતો નથી.

મજબીરને શાળાએ જવાનું પસંદ હતું, પરંતુ તેણે અભ્યાસ છોડી દેવો પડ્યો. કારણ કે અન્ય વિદ્યાર્થીઓ તેનાથી ડરતા હતા. મલિકે સોશિયલ મીડિયા પર તેની એક વીડિયો ડાયરી પણ શેર કરી છે, જેમાં તે પોતાની દિનચર્યા બતાવે છે. તેના દિવસની શરૂઆત સવારે બ્રશ કરવાથી થાય છે. આ દરમિયાન, જ્યારે તે કેમેરાને તેના ચહેરાની નજીક લે છે, ત્યારે તેની ત્વચા પર તિરાડો અને લાલ આંખો સ્પષ્ટ દેખાય છે.

પછી તે તેનો ખોરાક ખાય છે, અને તેની ચામડી ઝૂલતી દેખાડવા માટે તેના શરીરમાંથી શર્ટ ઉતારે છે. તેની ત્વચા કરચલીવાળી, શુષ્ક, તિરાડ અને સંવેદનશીલ દેખાય છે. મલિકે બીમારીને પોતાની તાકાત બનાવી અને લોકોને ક્યારેય હાર ન માનવા કહ્યું. તેણે કહ્યું કે બીજા લોકો શું કહે છે તેની હું ચિંતા નથી કરતો. તેના પરિવાર અને મિત્રોએ તેને પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવવા માટે પ્રોત્સાહિત કર્યું છે.

Niraj Patel