દુઃખદ: જીંદગીની જંગ હારી ગઈ 24 વર્ષની અભિનેત્રી, આ ખતરનાક બીમારીને લીધે મળ્યું મોત

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે, ચેલાલ થોડા સમયમાં જ ઘણા બધા કલાકારો આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે, તો ઘણા કલાકારોની તબિયત પણ બગડતા જ ચાહકોના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા છે, ત્યારે હાલ વધુ એક અભિનેત્રી જિંદગી અને મોત સામે ઝઝૂમી રહી હતી અને હવે તેણીનું અવસાન થઇ ગયું છે.

આ ફેમસ અભિનેત્રીના આટલી નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધા બાદ તેના તમામ ચાહકો આઘાતમાં છે. અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી. આ અભિનેત્રીને એકથી વધુ હૃદયરોગનો હુમલો થયો હતો. હાર્ટ એટેક બાદ ડોક્ટરોએ એક્ટ્રેસ પર સીપીઆર પણ કર્યું હતું.

જો કે તેની હાલત નાજુક જ રહી હતી. એંડ્રિલા જીવનની લડાઈ હારી ગઈ છે. તેમનું નિધન થયું છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જાણિતી અભિનેત્રી એંડ્રિલા શર્માની હાલત હાલ ખુબ જ નાજુક હતી અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. છેલ્લા થોડા સમયથી તેની તબિયત બગડી છે જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ પણ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર એન્ડ્રીલા શર્માને હાવડાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેને અચાનક જ સ્ટ્રોક આવ્યો હતો જેના બાદ તેના દિમાગમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. જેના કારણે તેની હાલત ખુબ જ નાજુક છે.

હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા અભિનેત્રીને વેન્ટિલેટર પણ રાખવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે આ પહેલા પણ અભિનેત્રી બે વાર કેન્સર જેવી જીવલેણ બીમારી સામે પણ જંગ જીતી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અભિનેત્રી એંડ્રિલા શર્માની સારવારમાં તેના પરિવારની બચત લગભગ ખર્ચ થતી જઇ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી હોસ્પિટલનું બિલ 12 લાખ રૂપિયા આસપાસ પહોંચી ગયુ છે.

આ મુશ્કેલીભર્યા સમયમાં સિંગર અરિજીત સિંહે મદદ માટે હાથ આગળ વધાર્યો છે. કહેવાય છે કે સિંગરે એંડ્રિલાની સારવારનો પૂરો ખર્ચ ઉપાડવાનું વચન આપ્યું છે. તેમાં તે ખર્ચ પણ સામેલ છે, જે એક્ટ્રેસની સારવાર માટે થશે. પછી ભલે તેને સારવાર માટે પ્રદેશની બહાર કેમ ન લઇ જવી પડે.

આ અભિનેત્રીનું સપનુ હંમેશા અભિનેત્રી બનવાનું હતું એટલે તેણીએ ટીવી શો ‘ઝુમુર’થી એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતુ. તે બંગાળી ફિલ્મ ‘ભોલે બાબા પાર કરેગા’માં જોવા મળી હતી. તેણે ‘જીવન જ્યોતિ’ અને ‘એંડ જિયો કાઠી’ જેવા ઓટીટી પ્લેટફોર્મ પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યુ છે .

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી હતી. તેણે નાની ઉંમરમાં જ મોટું નામ બનાવ્યું હતું. એન્દ્રિલાએ ટીવી શો ઝુમુરથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણા બધા ટીવી શોમાં શાનદાર કામ કરીને ચાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવી.

YC