અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, 23 વર્ષિય યુવકના મોતે બધાને હલાવીને રાખી દીધા

અમેરિકામાં ભારતીય યુવાઓના મોતનો મામલો થમવાનું નામ જ નથી લઇ રહ્યો, ત્યારે હાલમાં જ 23 વર્ષિય સમીર કામતની મોતને બધાને હલાવીને રાખી દીધા છે. તેની લાશ જંગલમાં મળી, જે બાદ અમેરિકાના વોરેન કાઉંટીની પોલિસ તપાસમાં જોડાઇ છે. વર્ષ આ વર્ષે અત્યાર સુધી ચાર ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થઇ ચૂક્યા છે.

23 વર્ષિય સમીર કામત ઇન્ડિયાનાની પર્ડ્યુ યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો. સમીરની લાશ ક્રો ગ્રોવ નેચર પ્રીઝર્વથી મળી. સમીરે ઓગસ્ટ 2023માં જ પર્ડ્યુ યુનિવર્સિટીથી મિકેનિકલ ઓન્જીનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી હાંસિલ કરી હતી. તે બાદ તે આ જ ડિપાર્ટમેન્ટથી પીએચડી કરી રહ્યો હતો. સમીર પાસે અમેરિકાની નાગરિકતા હતી. જણાવી દઇએ કે, સમીર કામતનું મોત સંદિગ્ધ પરિસ્થિતિમાં થયુ છે.

File Pic

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પર્ડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્યનું મોત થયુ હતુ, તે ઘણા મહિનાઓથી લાપતા હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યુ હતુ અને તે બાદ તેની લાશ મળી હતી. તે આ યુનિવર્સિટીની જોન માર્ટિનસન ઓનર્સ કોલેજનો સ્ટુડન્ટ હતો. આ વર્ષની શરૂઆતમાં જોર્જિયામાં 25 વર્ષિય વિવેક સૈનીની પણ લાશ મળી હતી. એક વ્યક્તિ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. છેલ્લા સપ્તાહે ભારતની વધુ એક વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીની પણ લાશ મળી હતી, તે ઓહાયામાં મૃત હાલતમાં મળ્યો હતો.

File Pic

અમેરિકાના ઇલિનોઇસ યુનિવર્સિટી બહાર એક ભારતીય વિદ્યાર્થી અકુલ ધવન પણ મૃત મળ્યો હતો, ઓટોપ્સી રીપોર્ટમાં હાઇપોથર્મિયાને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ. અકુલના માતા-પિતા દ્વારા યુનિવર્સિટી પર આરોપ લગાવવામાં આવ્યા હતા. અમેરિકામાં ભારતીયો પર વધી રહેલ હુમલા તેમજ સંદિગ્ધ મોતને લઇને ભારત સરકાર પણ ચિંતિત છે.

Shah Jina