ફરી એકવાર ટ્રેન અને ગાય વચ્ચે અથડામણ ! વલસાડના ટ્રેનની અડફેટે 21 ગાયોના મોત, ખળભળાટ મચી ગયો

હાલમાં કેટલાક દિવસોથી પશુઓના ટ્રેનો સાથે અથડાવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુરુવારના રોજ વંદે ભારત ટ્રેન સાથે ભેંસોની ટક્કર થઇ હતી, જેને કારણે ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો. આ ઉપરાંત તેના બીજા દિવસો શુક્રવારના રોજ ફરી એકવાર પશુ સાથે વંદેભારત ટ્રેનની ટક્કર થઇ હતી. ત્યારે હાલ વલસાડ ડિવિઝનના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ અકસ્માતમાં 21 ગાયોના મોત થયા છે. ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસ સહિત ગૌપ્રેમીઓ પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. 21 ગાયોનાં મોત થતા ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મહત્ત્વનું છે કે, ગયા વર્ષે ટ્રેનની અડફેટે પણ 10 જેટલી ગાયોના મોત થયા હતા. ગુરુવાર અને શુક્રવાર સિવાય નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ શનિવારે ખુર્જા રેલ્વે સ્ટેશન પાસે અચાનક બંધ થઈ ગઈ હતી.

કહેવામાં આવી રહ્યું હતુ કે ટ્રેનની ચેર કાર કોચ નંબર સીટમાં બ્રેક બ્લોક થઈ ગઈ હતી. તેના કારણે ટ્રેને ગરમ એક્સલની ફરિયાદ આવી અને તેના પૈડામાંથી ધુમાડો નીકળવા લાગ્યો. રાહતની વાત એ છે કે રેલ્વે સ્ટાફે આ વિક્ષેપને સમયસર પકડી લીધો અને પ્રયાગરાજ ખાતેના કંટ્રોલ રૂમને જાણ કરી. કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યા બાદ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અગાઉ, તકનીકી ખામીને સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા,

વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો, તેને 30 સપ્ટેમ્બરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી લીલી ઝંડી આપી હતી.નવા અપગ્રેડ સાથે આ ટ્રેન મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જોકે, અત્યારે તેની મહત્તમ સ્પીડ 130 kmph નક્કી કરવામાં આવી છે.પીએમ મોદીએ તેમાં ગાંધીનગરથી અમદાવાદ સુધીનો પ્રવાસ પણ કર્યો હતો. ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી 20901 વંદે ભારત એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ ચાલે છે.

Shah Jina