નવસારીમાં રખડતા ઢોરની અડફેટે વાગતા જીવ ગુમાવનાર 20 વર્ષીય દીકરાની માતાનું છલકાયું દર્દ, કહ્યું “આખી રાત વાંચી અને સવારે હરખથી પરીક્ષા….”

નવસારીમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી હતી, જ્યાં એક 20 વર્ષના યુવાનને બાઈક ઉપર જતા રખડતા ઢોરે અડફેટે લેતા જીવ ગુમાવવો પડ્યો હતો. પોતાના જુવાન જોધ દીકરાને આમ અચાનક ગુમાવવાના કારણે એક માતાના રડી રડીની હાલ ખરાબ થઇ રહી રહ્યા છે.

વસારીના ખડસુપા ખાતે રહેતા અને બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી 20 વર્ષીય વિશાલ હળપતિનું કાલિયાવાડી પાસે આજે સવારે રખડતા ઢોર દ્વારા અડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ગઈકાલે સવારે ગાર્ડા કોલેજમાં વિશાલ T.Y.Bcomનું પેપર આપવા જઇ રહ્યો હતો. તે દરમિયાન જ રખડતા ઢોરના સાથે તે અડફેટે આવી ગયો હતો જેના બાદ ઘાયલ થતા તેનું મોત નીપજ્યું હતું, હવે દીકરાના મોત બાદ તેની માતાનું પણ દર્દ છલકાયું છે.

આ બાબતે વિશાલની માટે રડતા રડતા જણાવ્યું હતું કે, “મારા દીકરાએ સમગ્ર રાત વાંચ્યું હતું અને આજે તેનું બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયનું પેપર હતું જેને લઇને તે વહેલી સવારે બાઈક પર કોલેજ જવા નીકળ્યો હતો, પણ તેને ક્યાં ખબર હતી કે તેનું મોત કાલીયાવાડીના એ.બી સ્કૂલ પાસે તેની રાહ જોઈ રહી છે.”

વિશાલ કોલેજ જઈ રહ્યો હતો તે દરમિયાન જ રખડતા ઢોરે એકાએક તેને ટક્કર મારતા તે નીચે ફંગોળાયો હતો અને ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતો,જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.પરિવારને જાણ થતા તાત્કાલીક પરિવાર સિવિલ દોડી આવ્યો હતો અને તેને મૃત જોઈ તેમના ઉપર આભ તૂટી પડયું હતું.

ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં ભૂતકાળમાં પણ રખડતા ઢોરના ત્રાસના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. આ બાબતે નવસારીના લોકોએ રખડતા ઢોરને લઈને પાલિકા અધિકારી અને શાસકો પર ભૂતકાળમાં પોલીસ કેસ પણ કર્યા છે. પરંતુ હજુ સુધી આ બાબતે રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.

Niraj Patel