મેંદરડા-સાસણમાં અચાનક બે તરુણોનું આવી રીતે મૃત્યુ થતા અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું- જાણો

આંખ ઉઘાડનાર કિસ્સો આવેલો હતો : જો તમારા ઘરમાં બાળક હોય તો આ જરૂર વાંચજો..અચાનક એવું થયું કે આખું ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યું

દેશભરમાંથી અકસ્માતની ઘજની ઘટનાઓ સામે આવી છે, તો નદી તળાવમાં ડૂબી જવાના કારણે પણ ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. હાલ આવી જ ઘટના મેંદરડા-સાસણમાંથી મધુવંતી ડેમમાંથી સામે આવી છે. જ્યાં બે કિશોરોના પાણીમાં દુની જવાના કારણે મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મધુવંતી ડેમની નજીક આવેલા ગામ માલણકાના 2 તરુણ માલઢોર ચરાવવા માટે ગયા હતા. એ વખતે તેઓ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર બંને કિશોરોના  માલઢોર ડેમના પાણીમાં ઉતરી જતાં બંને તેને કાઢવા પાણીમાં ઉતર્યા હતા. અને તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

આ દુઃખદ ઘટનાની અંદર 12 વર્ષીય રવિ કરમણભાઇ ગુજરિયા અને 15 વર્ષીય કાના રૂડાભાઇ લાલુ બપોરના અરસામાં ડેમ પાસે માલઢોર ચરાવતા દરમિયાન ઢોરને પાણીમાંથી બહાર કાઢતા સમયે જ તેમના દુઃખદ મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તરુણોને બહાર કાઢવા જૂનાગઢ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. તરવૈયાઓએ ડૂબકી લગાવી શોધખોળ કરતાં રવિનો મૃતદેહ 1 વાગ્યે અને કાનાનો મૃતદેહ 2:45 વાગ્યે મળી આવ્યો હતો. જેને પીએમ માટે મેંદરડા સરકારી દવાખાને લઇ જવાયો હતો.  આ સમગ્ર ઘટનાના કારણે સમગ્ર મેંદરડા ગામની અંદર શોકનો માહોલ વ્યાપી ગયો છે.

Niraj Patel