ગુજરાતમાં અહીંયા બેન્કમાં ઘૂસીને કર્મચારીને જોરદાર લાફા વાળી કરીને ધોઈ નાખ્યો, જુઓ વીડિયો

બેન્કના એમ્પલોયને ઝીકી દીધી અનેક થપ્પડ, મિત્રએ પણ મારી લાત, જાણો શું છે મામલો

ગુજરાતમાં બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીની પિટાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં બે લોકો બેંકમાં ઘૂસી કર્મચારીની પિટાઇ કરતા નજર આવી રહ્યા છે. પોલિસે આ મામલે બે લોકોની ધરપકડ પણ કરી લીધી છે. આ મામલો ખેડાના નડિયાદનો છે. નડિયાદમાં સ્થિત બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં લોન ડેસ્ક સંભાળનાર મનીષ ઘનગરની પિટાઇ થઇ હતી.

પોલિસ ફરિયાદમાં મનીષે જણાવ્યુ કે શુક્રવારના રોજ બપોરે સમર્થ બ્રહ્મભટ્ટ નામનો એક ગ્રાહક શાખા પહોંચ્યો અને મને મારવાનું શરૂ કરી દીધુ. તેણે મને ત્રણ-ચાર થપ્પડ મારી અને લાત પણ મારી. આ દરમિયાન જ્યારે અન્ય કર્મચારી બીચ-બચાવ કરવા લાગ્યા તો સમર્થનો મિત્ર પાર્થ જે તેની સાથે હતો તેણે પણ મારપીટ શરૂ કરી દીધી અને મને લાતો મારી. મનીષ ઘનગરે પોલિસને જણાવ્યુ કે, સમર્થ તેનાથી અને બેંકથી નારાજ હતો.

કારણ કે વારંવાર હાઉસ ઇન્સ્યોરન્સ પોલિસીની કોપી જમા કરવા માચે ફોન કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત મનીષે પોલિસને જણાવ્યુ કે, સમર્થે ફોન પર ધમકી આપી હતી કે તે વીમા પોલિસી જમા નહિ કરે. સમર્થે બેંકમાંથી હોમ લોન લીધેલી છે. ઓડિટ દરમિયાન ખબર પડી કે ગ્રાહકે તેની વીમા પોલિસી જમા નથી કરાવી, જેની જરૂરત હતી. કારણ કે ઘરને બેંક પાસે ગિરવે નહોતુ રાખવામાં આવ્યુ. પોલિસે બંને આરોપીઓને પકડી લીધા.

Shah Jina