રાજકોટમાં કાળમુખી ટ્રકે પરિવાર ઉજળી નાખ્યો, બાઇકસવાર બે સગાભાઈને ઉલાળતાં બન્નેનાં મોત, બે દીકરીએ લાડલા પપ્પાની છત્રછાયા ગુમાવી, જુઓ તસવીરો
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટની માધાપર ચોકડી નજીકથી ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી. એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા બે ભાઈ ફૂટબોલની માફક ફંગોળાયા હતા અને તેમાં એકનું ઘટનાસ્થળે તો બીજાનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યારે પરિવારના બંને દીકરાઓના આમ અકાળે મોતથી શોક ફેલાયો છે.
ટ્રકે ને ફૂટબોલની જેમ ફંગોળ્યા
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સવારે 11 વાગ્યા આસપાસ 150 ફૂટ રિંગ પર અયોધ્યા ચોકથી આગળ માધાપર ચોકડી નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે બાઈક સવાર જિતેન્દ્ર ઉર્ફે જીત નારીગરા અને તેના મોટા ભાઇ ભાવેશને અડફેટે લીધા, જેને પગલે બંને ભાઇઓ ફૂટબોલની જેમ ફંગોળાયા અને જીતને ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.
બીજા ભાઇએ સારવાર દરમિયાન તોડ્યો દમ
જો કે ભાવેશને ગંભીર ઈજાને પગલે હૃદયના ધબકારા ચાલુ હોવાથી તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પણ સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડી ગઈ હતી અને બંને ભાઇઓના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા હતા.
બે દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
મૃતકો કોઠારિયા રોડ પર રણુજા મંદિરની પાછળ પરિવાર સાથે રહેતા હતા અને પિતા અને બંને દીકરાઓ ફર્નિચરનું મિસ્ત્રી કામ કરતા. જ્યારે સવારે ભાવેશ અને જીત બંને માધાપર ચોકડી પાસે નવી બની રહેલા બિલ્ડિંગમાં ફર્નિચર કરવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે જ ટ્રક કાળ બનીને ત્રાટકી અને બંનેનો ભોગ લીધો. જીતના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને સંતાનમાં કઈ નથી. પણ ભાવેશના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા અને તેને બે દીકરીઓ છે જેમાં એક દીકરીની ઉંમર અઢી વર્ષ અને બીજી આઠ મહિનાની જ છે.