આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 19 ફેબ્રુઆરી 2020

0

મેષ – અ, લ, ઈ
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાનીવૃષભ – બ, વ, ઉ
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળોમિથુન – ક, છ, ઘ
જે લોકો પોતાનું જીવન એકલું ગાળી રહ્યા છે તેમના જીવનમાં નવા લોકોનું આગમન થશે. આજે કાન, ગળું અને સ્કીન સંબંધિત કોઈ તકલીફ થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમારી નામના થશે લોકોની ભીડમાંથી આજે તમે તમારી ઓળખાણ બનાવી શકશો. આજે વેપારી મિત્રોને કોઈપણ ઉતાવળમાં પૈસા રોકવાના નથી. ટૂંક સમયમાં તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના ચાન્સ છે. પરિવારની માટે આજે તમે વાહન કે પછી બીજી કોઈ વસ્તુ ખરીદવાના યોગ છે. ઘર સાજ સજાવટ માટે ખર્ચ થશે. તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગીકર્ક – ડ, હ
પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલોસિંહ – મ, ટ
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલકન્યા – પ, ઠ, ણ
આજે તમારે તમારામાં પોઝીટીવ એનર્જી બનાવી રાખવાની છે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, બની શકે તો પુરતો આરામ અને યોગ્ય ભોજન લેવાનું રાખો. વેપારી મિત્રો આજે પોતાના મહત્વના કામ પૂર્ણ કરી શકશે, તમારા કર્મચારીઓની મહેનત આજે રંગ લાવશે. ધનલાભ થવાના યોગ છે. શેર માર્કેટમાં પૈસા રોકવા માટે સારો દિવસ છે. જે પણ મિત્રો તેમની એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે સારા સમાચાર છે. આજે જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદતુલા – ર, ત
પરિવાર સાથે સમય વિતાવવા માટે આજે સારો સમય છે. જો કોઈ જુનો કેસ કે કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો આજે અંત આવી શકે છે. નાણાકીય વ્યવહારને લઈને કોઈ બીજા અર આજે બહુ ભરોસો કરશો નહિ આજે બને ત્યાં સુધી કોઈ બીજાને ઉધાર પૈસા આપતા પહેલા પણ વિચાર કરજો નહિ તો તમારા પૈસા ડૂબવાના યોગ છે. બજેટને ધ્યાનમાં રાખીને જીવતા લોકો માટે આજનો દિવસ નિરાશા ભરેલો હશે તમે ઈચ્છો એ રીતે ખર્ચ નહિ કરી શકો. આજે તમારા સંતાનો પણ તમારાથી નારાજ થઇ શકે છે તો એમને તમારી પરિસ્થિતિ સમજાવો. દિવસનો અંત પરિવાર સાથે પ્રેમથી પસાર થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબીવૃષિક – ન, ય
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાનીધન – ભ, ધ, ફ, ઢ
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગીમકર – જ, ખ
પરિવાર અને મિત્રોના સહકારથી આજે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : સોનેરીકુંભ – ગ, શ, સ
જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબીમીન – દ, ચ, જ, થ
તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૫
શુભ રંગ : કાળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.