વડોદરામાં પરિવારે આ કારણોસર જુવાનજોધ દિકરો ગુમાવી દીધો, ક્યારેય ન સાંભળી હોય એવી ઘટના આવી સામે

તમે જિંદગીમાં નહિ સાંભળ્યો હોય એવો ખતરનાક કિસ્સો: વડોદરામાં પોતાની જ ભૂલને લીધે થયું 18 વર્ષના કૃણાલનું મૃત્યુ- જાણો આખો મામલો

ગુજરાતમાંથી અવાર નવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં વડોદરામાંથી એવી ઘટના સામે આવી છે, જેણે ચકચાર જગાવી મૂકી છે. કૂતરુ કરડ્યા બાદ હડકવાની રસી ન મૂકાવવાને કારણે વડોદરા નજીક આવેલ વડદલા ગામના આશાસ્પદ યુવાનનું મોત થઇ ગયુ. 18 વર્ષના યુવકને ત્રણેક મહિના પહેલા કૂતરુ કરડ્યુ હતુ અને તેણે આ બાબતે બેદરકારી દાખવી જેના કારણે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો.

ઘટનાની વિગત તપાસીએ તો, કૃણાલ જાદવ કે જેની ઉંમર 18 વર્ષ છે અને વડોદરાના તરસાલી નજીક આવેલ હરિનગર વડદલા ગામનો રહેવાસી છે. તે છોટા ઉદેપુર ખાતે જે કોલેજ આવેલી છે તેમાં મિકેનિકલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. ત્રણેક મહિના પહેલા તેને કૂતરાએ બચકુ ભર્યુ હતુ અને તેને કૂતરાનો એક દાંત વાગ્યો હતો.

જે બાદ તેણે એન્ટીરેબિસ્ટના ઇન્જેક્શન લેવાના ડરને કારણે સારવાર કરાવી નહિ પરંતુ તેની આ બેદરકારીએ તેનો જીવ લઇ લીધો. જયારે તેને કૂતરાએ બચકુ ભર્યુ ત્યારે તેને ઇજા પહોંચી હતી અને આ જોતા તેના પરિવારે તેને આ વિશે પૂછ્યુ પણ હતુ. પરંતુ તેણે પતરુ વાગ્યુ હોવાનુ પરિવારને જણાવ્યુ હતુ. સારવાર ના કરાવવાનું પરિણામ એ આવ્યુ કે તેના શરીરમાં ધીરે ધીરે આની અસર થવા લાગી.

પ્રતિકાત્મક તસવીર

3 મહિના બાદ પેટમાં અસહ્ય દુખાવો  થવા લાગ્યો તેમજ પેશાબ બંધ થઇ હયો અને અન્નનળી સંકોચાઇ ગઇ જેવા હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ તેનું મોત થઇ ગયુ. પરિવારમાં કૃણાલ ઉપરાંત તેની બે બહેનો છે. કૃણાલની મોત બાદ પરિવારને એકનો એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે અને બે બહેનોએ પણ એકનો એક ભાઇ ગુમાવ્યો છે.

Shah Jina