વધુ એકનું ક્રિકેટ રમતા હાર્ટ એટેકથી મોત ! 14 વર્ષના સગીર છોકરાનું હાર્ટ એટેકથી મોત

14 વર્ષનું બાળક રમી રહ્યુ હતુ ક્રિકેટ, મેદાનમાં આવ્યો હાર્ટ એટેક, મૃત્યુ થતા જ બધા ચીસો પડી ગયા, જાણો સમગ્ર મેટર

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હાર્ટ એટેકના મામલા સામે આવી રહ્યા છે. યુવાન અને સગીરના પણ હાર્ટ એટેકથી મોત થયાની ખબર સામે આવે છે, ત્યારે હાલમાં એક મામલો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. પુણેમાં એક 14 વર્ષના છોકરાનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ બાળક મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. ઘટના પુણેના હડસપર વિસ્તારની છે અને બાળકનું નામ વેદાંત ધમનગાંવકર જણાવવામાં આવી રહ્યુ છે. ઉનાળું વેકેશન શરૂ થતાં વેદાંત તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો.

ત્યાં અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેણે તેના પિતાને આ અંગે જાણ કરી હતી. તેના પિતાએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને બીજી હોસ્પિટલમાં જવાનું કહ્યું. બીજી હોસ્પિટલ પહોંચતા જ ત્યાં હાજર ડોક્ટરોએ વેદાંતને મૃત જાહેર કર્યો. ડોક્ટરોએ જણાવ્યું કે વેદાંતનું મોત ગંભીર હાર્ટ એટેકથી થયું હતું. ડોક્ટરોએ પુષ્ટિ કરી હતી કે વેદાંતનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે.

જેના કારણે વાનવાડી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હાર્ટ એટેકથી માત્ર 14 વર્ષના છોકરાના મોતના સમાચાર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા અને બધા ચોંકી ગયા. બીજી તરફ વેદાંતના આકસ્મિક મોતથી સમગ્ર પરિવાર આઘાતમાં છે. ડૉક્ટરોએ જણાવ્યું કે કાર્ડિયાક અરેસ્ટને કારણે બાળકની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેના કારણે તેનું મોત થયું હતું. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સંબંધીઓ અને ડોક્ટરોની પૂછપરછ કરી હતી.

વનુરી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે બાળકના મોતનું કારણ ડૉક્ટરોએ કાર્ડિયાક અરેસ્ટ જણાવ્યું છે. આવી સ્થિતિમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આટલા નાના બાળક સાથે આવી સ્થિતિ કેમની અને કેવી રીતે બની. આ માટે બાળક સાથે રમતા અન્ય બાળકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Shah Jina