આજના સમયમાં લોકોની સૌથી મોટી સમસ્યા મોટાપો અને વધતી જતી ચરબી છે. મોટાપાને લીધે લોકોને ઘણીવાર ભરી ભીડમાં શર્મસાર થવું પડે છે અને સાથે જ સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. મોટાપો ઓછો કરવા માટે લોકો જીમમાં પરસેવો પાડે છે, ડાયટિંગ, સાઈકલિંગ, જોગિંગ કરતા હોય છે તો ઘણીવાર લોકો સર્જરીનો સહારો લઈને પણ પોતાનું શરીર ફિટ બનાવે છે.એવી જ એક મહિલાની ફેટ ટુ ફિટ થવાની કહાની તમને જણાવીશું.
બ્રિટેનની રહેનારી 26 વર્ષની યુવતી કે જેનું વજન 190.5 કિલો હતું અને તેણે 127 કિલો જેટલું વજન ઘટાડ્યું અને હાલ તેનું વજન માત્ર 66.67 કિલો જ છે. એરિકા ઓલ્સન નામની આ યુવતીએ મોટાપો દૂર કરવાનું નક્કી કરી લીધું અને ખતરનાક સર્જરીની મદદ લીધી. એરીકાએ પોતાની ફેટ ટુ ફિટ થવાની સ્ટોરી દર્શકો સામે રજૂ કરી હતી.
એરિકાના આધારે તે ડાયાબિટીસ જેવા રોગથી પીડાઈ રહી હતી અને આ બીમારી તેની ખાનદાની હતી. એરિકાને જ્યારે ખબર પડી કે તેને ડાયાબિટીસ છે તો તે ખુબ હેરાન રહી ગઈ હતી. એરિકાના જન્મના અમુક સમય પછી જ તેની દાદીની મૌત ડાયાબિટીસને લીધે થઇ ગઈ હતી અને તેના દાદાની મૌત તેના 24 માં જન્મદીસવે થઈ હતી.
જો કે એરીકાને પોતાની બીમારી કે મોટા શરીરને લીધે કોઇ ચિંતા ન હતી પણ બિંદાસ પોતાનું જીવન જીવતી હતી. એરિકા ફાસ્ટફૂડ ખાવાની પણ ખુબ શોખીન હતી અને દરેક રોજ દોઢ ગેલન સોડા પી જતી હતી. જેના પછી તેણે અચાનક જ ગૈસ્ટ્રિક બાયપાસ સર્જરી દ્વારા વજન ઓછું કરવાંનું મન બનાવી લીધું.
એરિકાએ જણાવ્યું કે સર્જરી કરાવતા પહેલા બે અઠવાડિયા સુધી તેને માત્ર લીકવીડ જ આપવામાં આવતું હતું જેથી લીવર થોડું સંકોચાઈ જાય, જેના પછી સર્જરી કરવામાં આવી. એરિકાએ કહ્યું કે હવે તેના શરીર પર રહેલી વધારાની ચામડીને દૂર કરવાની જરૂર છે અને સર્જરીની જરૂર છે પણ તેના માટે એક વર્ષ સુધી રાહ જોવાની છે. એરિકાને અચાનક જ ફિટ જોતા લોકો પણ હેરાન રહી ગયા હતા.
એરિકાએ જણાવ્યું હતું કે તેનું વજન વધવાનું કારણ આનુવંશિક શ્યુગર હતી, જો કે સર્જરી પછી પણ તેને પોતાનું ખાસ ધ્યાન રાખવું પડી રહ્યું છે. હવે ત પહેલાંની જેમ ખુલીને ખાઈ-પી પણ નથી શકતી,અને પ્રોપર ડાઇટની સાથે હળવો વ્યાયામ પણ કરવો પડી રહ્યો છે. જો કે તેનું વજન ઓછું થઇ જવા પર તે ખુબ જ ખુશ છે.