વિદેશ જવાના શોખીનો આ વાંચી લેજો…ઓસ્ટ્રેલિયામાં કંઠી પહેરવા બદલ ગુજરાતી દીકરાને મેદાનમાંથી કાઢી મૂક્યો અને પછી

ઓસ્ટ્રેલિયામાં રહેતા 12 વર્ષીય આ પટેલ દીકરાએ કંઠી પહેરી હતી તો મેદાનમાંથી કાઢી મુક્યો પછી છોકરાને લીધો મોટો નિર્ણય

વિદેશની અંદર ઘણા ભારતીય પરિવારો વર્ષોથી વસી રહ્યા છે, ઘણા ગુજરાતી પરિવારો પણ વિદેશમાં જ સ્થાયી થઇ ગયા છે. તેમના સંતાનો પણ વિદેશની ધરતી ઉપર ઉછરી રહ્યા છે અને ત્યાં અભ્યાસ અને રમતના મેદાન ઉપર પોતાની પ્રતિભા પણ બતાવી રહ્યા છે. ત્યારે હાલ ઓસ્ટ્ર્રેલીયામાં એક ગુજરાતી દીકરા સાથે જે થયું તે જાણીને તમે પણ હેરાન રહી જશો.

પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રના વતની અને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહેતા પરિવારના 12 વર્ષના  ફૂટબોલ ખેલાડી શુભ પટેલને રેફરીએ કંઠી કાઢી મેચ રમવા કહ્યું હતું. પરંતુ શુભે તો આખી ગેમ જ બદલી નાખી. તેને કહયું “હું હિન્દુ સ્વામિનારાયણ છું” અને કંઠી કાઢવાના બદલે તેને રમતને લાત મારી દીધી.

શુભનો પરિવાર સત્સંગી છે, તેના પિતા હિમાંશુ પટેલ પણ સ્વામિનારાયણ ધર્મમાં ખુબ જ વિશ્વાસ રાખે છે અને તેમને પોતાના દીકરામાં પણ આ ધર્મ પ્રત્યે આસ્થા જગાવી છે.  શુભે વિદેશની ધરતી પર ભક્તિમાં લીન થઈને પોતાની રમત જ છોડી દઈને આસ્થાની શક્તિને સાબિત કરી છે. 12 વર્ષના શુભ પટેલને ફૂટબોલ રમતી વખતે રેફરીની નજર જતાં ગળામાં પહેરેલી કંઠી કાઢી નાંખીને મેચ રમવા જણાવ્યું હતું. જેના બાદ તેને કંઠી કાઢવા માટે કહેવામાં પરંતુ શુભમે રમત જ છોડી દીધી હતી.

ગત રવિવારે ઓસ્ટ્રેલિયામાં 12 વર્ષનો શુભ પટેલ એક ક્લબમાં ફૂટબોલ રમવા માટે ગયો હતો. અહીં મેચ દરમિયાન રેફરીએ પહેલા તેના હાથમાં પહેરેલી રાખડી અને ગળામાં પહેરેલી કંઠી અન્ય ખેલાડીને ઈજા ન પહોંચે તેના માટે કાઢી નાંખવા જણાવ્યું હતું. જેથી શુભે તાત્કાલિક રાખડી તો કાઢી નાખી હતી, પરંતુ શુભને ગળામાં પહેરેલ કંઠી કાઢી નહોતી.

Niraj Patel