સુરતમાં માતા પિતા કામ પર ગયા અને ઘરમાં 12 વર્ષની દીકરીએ ગળે ટુંપો ખાઈને મોતને વહાલું કરી લીધું, પિતાનું હૈયાફાટ રુદન, આઘાતમાં સરી પડ્યા,

મમ્મી પપ્પા 12 વર્ષની દીકરીને એકલી મૂકીને ગયા નોકરી પર, ખબર મળી કે દીકરીએ કરી લીધો આપઘાત, તૂટી પડ્યો તેમના પર વજ્રઘાત

12 year old Girl Hanged Herself In Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત કરવાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ અંગત કારણોને લઈને પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે ઘણા નાની ઉંમરન યુવાનો અને કિશોર અને સગીરાઓ પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરી લેતા હોય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં એક 12 વર્ષની દીકરીએ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં પાંડેસરા વિસ્તારની અંદર આવેલા ઇન્દિરા નગરમાં મૂળ બિહારના રામસેવક પાસવાન રહે છે.

રામસેવક ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તો તેમની પત્ની પણ સામાન્ય નોકરી કરીને પરિવારને આથિકૅ રીતે મદદરૂપ થાય છે. તેમને સંતાનોમાં એક 12 વર્ષની દીકરી રેશ્મા અને બે દીકરા છે. દીકરીએ ફક્ત 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું અને ઘરે જે રહેતી હતી.

ત્યારે ગત રોજ તેના માતા પિતા કામ પર ગયા એ દરમિયાન તેને ઘરમાં ઉપર લગાવેલી એન્ગલ સાથે સાડી બાંધીને આપઘાત કરી લીધો હતો. દીકરીના આપઘાતની જાણ થતા જ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. ઘટનાને લઈને પાંડેસરા પોલીસ પણ દોડી આવી હતી અને અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી તેના આપઘાતનું કારણ સામે નથી આવ્યું.

Niraj Patel