અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ 16 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે અયોધ્યામાં ગુજરાતથી આવેલ 108 ફૂટની અગરબત્તી પણ પ્રજ્વલિત્ત કરાઇ છે. આ અગરબત્તી જન્મભૂમિના પરિસરને સુગંધિત કરશે. આ અગરબત્તી હર્બલ રીતથી બનાવવામાં આવી છે, જેનાથી પર્યાવરણને કોઇ નુકશાન નહિ પહોંચે. મંગળવારે મહંત નૃત્યગોપાલ દાસજીની હાજરીમાં અગરબત્તી પ્રગટાવાઇ હતી.
108 ફૂટ લાંબી અગરબત્તી કરાઇ પ્રજ્વલિત્ત
રામ મંદિરના અનુષ્ઠાનની શરૂઆત સાથે જ આજે આ અગરબત્તીને પ્રગટાવવામાં આવી. મહંત નૃત્યગોપાલ દાસે જ્યારે તેને પ્રજ્વલિત કરી તો લોકોએ જય શ્રી રામના નારા લગાવવાના શરૂ કરી દીધા. આ અગરબત્તી આજથી દોઢ મહિના સુધી ચાલશે. આ દરમિયાન તેની સુગંધ ઘણા કિલોમીટર સુધી જઇ શકશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પણ આ અગરબત્તીની સુગંધથી રામનગરી મહેકશે.
ભક્તિની સુગંધથી મહકશે અયોધ્યા
આ અગરબત્તીને ગુજરાતના વડોદરામાં તૈયાર કરવામાં આવી છે, જે 108 ફૂટની છે અને તેની પહોળાઇ 3.5 ફૂટ છે. આને 376 કિલો ગુગ્ગલ, 376 કિલો નારિયળના ગોળા અને 190 કિલો શુદ્ધ દેશી ઘીથી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં 1470 કિલો ગાયનું ગોબર અને 420 કિલો જડી બુટ્ટી ભેળવવામાં આવી છે.
અગરબત્તી દોઢ મહિના સુધી સળગતી રહેશે
આ સાથે ધૂપની લાકડીઓ પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અગરબત્તી દોઢ મહિના સુધી સળગતી રહેશે. જણાવી દઇએ કે, 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને તે પછી મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.
View this post on Instagram