16 વર્ષની ઉંમરમાં 100 પ્લાસ્ટિક સર્જરી કરાવી ચીનની આ છોકરીએ, જાણો કારણ

16 વર્ષની ઉંમરે 100 પ્લાસ્ટિક સર્જરી કરાવી, સર્જરી પછીનો ફોટો જોવા માટે તમારે બહુ હિમ્મતની જરૂર પડશે

સુંદર દેખાવા માટે લોકો કેટલી હદ સુધી જઇ શકે છે. પરંતુ ઘણીવાર તેમને ખૂબસુરતી હાંસિલ કરવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. ઘણીવાર વધારે ઉંમરના લોકો સુંદરતા માટે સર્જરી કરાવે છે. પરંતુ ચીનનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 16 વર્ષની છોકરી 100થી પણ વધુ કોસ્મેટિક સર્જરી કરાવી ચૂકી છે. ઝોઉ ચુના નામની આ છોકરી બાર્બી ડોલ (ઢીંગલી) જેવી દેખાવા માંગતી હતી. આથી તેણે પ્લાસ્ટિક સર્જરી પાછળ 4 મિલિયન યુઆન એટલે કે લગભગ 4 કરોડ 51 લાખ રૂપિયા ખર્ચ કર્યા. આ ખર્ચના રૂપિયા તેના માતા-પિતાએ આપ્યા..

Image source

ઝોઉએ કહ્યું કે, ‘હું હજુ પણ મારા લુકથી ખુશ થઇ નથી. હું હંમેશાં વિચારું છું કે નેક્સ્ટ પ્લાસ્ટિક સર્જરીમાં વધારે સુંદર દેખાઈશ. ઘણા લોકો મને પૂછે છે કે, મને કોઈ પસ્તાવો થયો નથી ? અત્યાર સુધી મને એક જ વાતનો પસ્તાવો છે કે, આ સર્જરી મેં પહેલા કરાવવાનું કેમ ના વિચાર્યું.’

Image source

ઝોઉને લઇને લોકો હેરાન એટલા માટે નથી થતા કે તેની ઉંમર ખૂબ જ નાની છે પરંતુ તે માટે થાય છે કારણ કે તેણે ઘણીવાર સર્જરી કરાવી છે. આ સર્જરી તેની પર ખૂબ જ પ્રભાવ પાડે છે. તેને યાદશક્તિની પણ સમસ્યા થવા લાગી હતી અને સાથે જ તેના ચહેરા પર કાયમી ધબ્બા પણ બની ગયા હતા.

Image source

ઝોઉએ એક પોસ્ટમાં કહ્યું કે, સર્જરી પહેલાં હું સુંદર લાગતી નહોતી. મારી આંખો નાની અને નાક બહુ મોટું હતું. સ્કૂલમાં લોકો મારી મજાક ઉડાવતા હતા. ક્લાસની સાફ-સફાઈ જેવા કામ મારી પાસે કરાવતા હતા. સુંદર છોકરીઓને હંમેશાં સરળ કામ આપવામાં આવતા હતા.

Image source

તમને જણાવી દઇએ કે, ઝોઉએ 13 વર્ષની ઉંમરે પ્રથમ સર્જરી કરાવી હતી. બાર્બી ગર્લ જેવી સુંદરતાની ચાહમાં તે 100 અલગ-અલગ સર્જરીઓ કરાવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના 3 લાખ ફોલોઅર્સ છે.

 

Shah Jina