છોકરીએ 12 જ દિવસમાં દુનિયાને કહ્યું અલવિદા, હ્રદય ધ્રુજાવી દેશે કહાની
10-year-old girl gets ‘married’ : હાલમાં એક ખૂબ જ ચોંકાવનારી ખબર સામે આવી તે 10 વર્ષની છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. બંનેના પરિવારે આ સમારોહનું આયોજન કર્યું હતું. બધાએ ખૂબ જ ધામધૂમથી તેમના લગ્ન કરાવ્યા. છોકરીનું નામ એમા એડવર્ડ્સ હતું. તે બાળપણથી જ લગ્ન કરવાના સપના જોતી હતી. તેના બોયફ્રેન્ડ ડેનિયલ માર્શલ ક્રિસ્ટોફરે તેની સાથે સ્કૂલમાં લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શિક્ષકે તેમ કરવાની ના પાડી દીધી હતી.
દીકરીની દુલ્હન બનવાની ઇચ્છા માતા-પિતાએ કરી પૂરી
ત્યારબાદ 29 જૂને એક મોટા સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બંનેના લગ્ન થયા. આ મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ લગ્નના માત્ર 12 દિવસ બાદ જ એમાનું લ્યુકેમિયાના કારણે મોત થઈ ગયું. તેને એપ્રિલ 2022માં લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું. તેના માતા-પિતાને આશા હતી કે તેમની પુત્રી કેન્સરને હરાવી દેશે. તે બાળકોમાં કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે, પરંતુ તેની સારવાર પણ શક્ય છે.
પ્રેમી સાથે લગ્નના 12 દિવસ બાદ થયુ મોત
જો કે, જૂનમાં તેના માતા-પિતાને સમાચાર મળ્યા કે તેનું કેન્સર અસાધ્ય છે અને તેના જીવવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. ડોક્ટરોએ કહ્યું કે તેઓ આ મામલે હવે કંઈ કરી શકે તેમ નથી. આ પછી એમાની માતા અને ડેનિયલની માતાએ બાળકોના મોક વેડિંગ કરાવાની યોજના બનાવી. એમાની માતા કહે છે, ‘તે ખૂબ જ ઝડપથી કરવાનું હતું. અમે તે બે દિવસથી ઓછા સમયમાં કર્યું. બધું ડોનેશનમાં મળ્યું હતુ. તે ખૂબ જ મોંઘુ હતુ અને ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું.
બાળકોના મોક વેડિંગ કરાવાની યોજના બનાવી
એક મિત્રએ અમને મદદ કરી, એક મિત્રએ બાઇબલ વાંચ્યું. સમારોહમાં 100થી વધુ લોકો આવ્યા હતા. 29 જૂનના રોજ એક મોટા સમારોહમાં લગ્ન કર્યાના બરાબર 12 દિવસ પછી એમાનું નિધન થઇ ગયું. એમાના માતા-પિતા જણાવે છે કે તેને દુલ્હન બનવાનો શોખ હતો. ડૉક્ટરોએ કહ્યું કે એમા પાસે હવે થોડા જ દિવસો બાકી છે. આવી સ્થિતિમાં અમે તેની દુલ્હન બનવાની ઈચ્છા પૂરી કરી. માતા-પિતા જણાવે છે કે સમાજના મિત્રોએ ઉદારતાથી મદદ કરી.