આ 10 જુગાડ ભારતીય હોવાની નિશાની છે, દરેક ભારતીયોએ જીવનમાં એકવાર તો જરૂર કર્યો હશે, વિશ્વાસ ના હોય તો જોઈ લો તસવીરો
ભારતમાં દરેક સમસ્યા માટે તમને કોઈને કોઈ જુગાડ જરૂર મળી જશે. ઘણા લોકો આફતને અવસરમાં બદલતા પણ તમે જોયા હશે અને સમસ્યામાંથી નીકળવા માટે એવો જુગાડ અપનાવી લેતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ. સોશિયલ મીડિયામાં પણ આવા જુગાડની ઘણી તસવીરો અને વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. ત્યારે આજે અમે તમને એવી જ 10 તસવીરો બતાવીશું જેમાં ગજબનો જુગાડ જોવા મળે છે.
1. સ્વિચ બોર્ડ માટેનો જુગાડ:
સામાન્ય રીતે લોકો ઘરમાં સ્વિચ બોર્ડ લગાવતા હોય છે, દુનિયાભરમાં તમને અલગ અલગ પ્રકારના સ્વિચબોર્ડ જોવા મળી જશે. પરંતુ આવું સ્વિચ બોર્ડ તમને ફક્ત અને ફક્ત ભારતમાં જ જોવા મળશે.
2. આવો ધંધો તો ભારતીયો જ કરે:
ભારતમાં લોકો રોજગાર મેળવવા માટે કઈ પણ કરી શકે. ત્યારે આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ભાઈએ પોતાનું હેર સલૂન રસ્તાની બાજુમાં જ પોતાના મોપેડ પર ઉભું કરી દીધું, તો બીજી તસવીરમાં ઘરમાં લોક લગાવવાનો જુગાડ પણ જોઈ શકો છો.
3. સોફાની વચ્ચે ખુરશી:
ભારતીય ઘરોમાં કોઈ વસ્તુ નકામી નથી હોતી, તેનું ઉદાહરણ આ તસવીરમાં જ તમે જોઈ શકો છો. આ ભાઈના ઘરમાં સોફો થોડો તૂટી શું ગયો તેણે તો જુગાડથી અંદર ખુરશી ફિટ કરી નાખી. હવે આને સોફો કહેવો કે બીજું કઈ ?
4. ટુ વ્હીલરમાં રીક્ષા જેટલા પેસેન્જર:
સામાન્ય રીતે આપણે ટુ વ્હીલરમાં 2 લોકો બેસાડી શકીએ, પરંતુ જુઓ આ જુગાડ, ભાઈએ એવો ખતરનાક જુગાડ વાપર્યો કે હવે ટુ વ્હીલરમાં પણ રીક્ષાની જેમ પેસેન્જર બેસાડી દીધા છે. આવું તો ફક્ત ભારતમાં જ સંભવ છે.
5. ગરમ થતા લેપટોપને ઠંડુ કરવાનો જુગાડ:
આજના સમયમાં મોટાભાગના લોકો ઘરે બેઠા લેપટોપનો ઉપયોગ કરતા હોય છે, વળી કોરોના દરમિયાન વર્ક ફ્રોમ હોમમાં તો ઘરમાં બેસીને જ કામ કરવું પડ્યું, ત્યારે ગરમીમાં લેપટોપ ગરમ થવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા આ ભાઈએ અનોખો જુગાડ અપનાવ્યો.
6. એક કુલરમાં બે રૂમ ઠંડા:
ઉનાળામાં આપણા દેશમાં ગરમી ખુબ જ પડતી હોય છે, અને ઘણા લોકો એસી પણ ખરીદી નથી શકતા જેના કારણે ઘણા ઘરમાં તમને કુલર જોવા મળે. પણ દરેક રૂમ માટે અલગ અલગ કુલર લાવવું પણ પોસાય નહીં, ત્યારે આ ભાઈનો જુગાડ તમને બહુ કામ લાગશે.
7. લો બોલો ટોયલેટને પણ ભઠ્ઠી બનાવી દીધી:
હાલ શિયાળામાં પુષ્કળ ઠંડી પડી રહી છે, ત્યારે લોકો ઠંડીમાંથી છુટકારો મેળવવા માટે અલગ અલગ નુસખા કરતા હોય છે, ત્યારે આ ભાઈએ નકામા ટોયલેટ કમોડને ભઠ્ઠીમાં ફેરવી દીધું અને તેની ટાંકીમાં ઠંડી બિયર પણ રાખી દીધી છે.
8. હરતું ફરતું વૉશ બેસીંગ:
કોરોનાએ માણસોને વધારે પડતા હાથ ધોતા બનાવી દીધા. ત્યારે તમને દરેક જગ્યા હાથ ધોવાની સુવિધા મળે એ જરૂરી તો નથી હોતું, પરંતુ આ જુગાડ જોઈ લો. આ ભાઈએ બીચ કિનારે પણ વૉશ બેસીંગ બનાવી દીધું.
9. આ જુગાડ જોઈને તો માથું પકડી લેશો !
સેમી ઓટો મેટિક મશીનમાં પાણી નાખવાનું કામ સૌથી મુશ્કેલ હોય છે, ત્યારે આ ભાઈએ એનો પણ જુગાડ કરી દીધો. આ જોઈને તો માથું પકડી લેવાનું મન થાય, તો બીજી તસ્વીરમાં તમે જોઈ શકો છો કે નકામી પડેલી ખુરશીમાંથી આ ભાઈએ સાઇકલ પર આરામ દાયક સીટ બનાવીને ગાડીની મજા લૂંટી લીધી.
10. પાણી કાઢવાનો પણ જુગાડ થઇ જાય !
આ તસવીર ખરેખર દિમાગનું દહીં કરી નાખે તેવી છે. આ ભાઈએ પાણીનો નળ ખરાબ થઇ ગયો તો ઉપર ચાવી લગાવીને પણ ચાલવી લીધો. તો બીજું બાજુ પાઇપની આગળ શૂઝ લગાવીને પાણી કાઢે છે.