બમ્પર ઓફર! એક ઢોસો ખાવ અને મેળવો 71000 રૂપિયાનું ઈનામ

ઢોસાનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય. કારણ કે આ સાઉથ ઈન્ડિયન ડીશ સૌની ફેવરીટ છે. એમાય જો તમને કોઈ કહે એક ઢોસો ખાવાના બદલામાં તમને 71 હજાર રૂપિયા મળે તો! હવે તમે કહેશો  શું મજાક કરો છો. કાઈ ઢોસા ખાવાની બદવામાં કોઈ પૈસા આપે? પરંતુ આ વાત સાચી છે. તમને એક ઢોસો ખાવાના બદલામાં મળશે 71 હજાર રૂપિયા, બસ નાની એવી શરત પૂરી કરવાની રહેશે. હવે આ શરત કઈ છે અને ક્યાં આ ઓફર ચાલી રહી છે તેની વિગતે ચર્ચા કરીએ.

દિલ્હીના ઉત્તમ નગરમાં સ્વામી શક્તિ સાગર નામની રેસ્ટોરન્ટ આવેલી છે. આ હોટેલમાં એક ચેલેન્જ રાખવામાં આવેલી છે. જો તમે અહીં 40 મિનિટમાં એક ઢોસો ખાઈ શકો તો તમને 71 હજાર રૂપિયાનું ઈનામ મળશે. હવે તમે કહેશો કે ભાઈ 40 મિનિટમાં તો ઢોસો આરામથી ખવાઈ જાય. પરંતુ મારી આખી વાત સાંભળો મારા ભાઈ… આ કોઈ સામાન્ય ઢોસો નથી કારણ કે આ ઢોસાની લંબાઈ 10 ફૂટ છે. આવી ગયા ને ચક્કર. હવે કહો તમે આ ઢોસો ખઈ શકશો? અને જો તમે આ ઢોસો નિયત સમયમાં ખાઈ શકો તો તમને 71 હજાર રૂપિયા મળશે.

આ રેસ્ટોરન્ટના ઓનરનું નામ છે શેખર કુમાર. તેમણે કહ્યું કે જે કોઈ વ્યક્તિ એકલો 40 મિનિટમાં આ 10 ફૂટ લાંબો ઢોસો ખાઈ જશે તેમને 71 હજાર રૂપિયાનો ચેક આપવામં આવશે. તેમણે વધુમાં કહ્યું કે પહેલા તેઓ નાનો ઢોસો બનાવતા હતા પરંતુ ગ્રાહકોને ચેલેન્જ આપવા તેમણે મોટી સાઈઝનો ઢોસો બનાવ્યો, પહેલા 5 ફૂટ,6 ફૂટ અને 8 ફૂટના ઢોસા બનાવતા હતા અને હવે 10 ફૂટ લાંબો ઢોસો બનાવવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhawna 💫 (@delhi_tummy)

શેખર કુમારે જણાવ્યું કે જ્યારથી આ ઓફર બહાર પાડી છે ત્યારથી ઘણા લોકો અહીં આવવા લાગ્યા છે. તેમના ઘણા તો જોઈને જ ના પાડી દેશે તો ઘણા લોકો ખાઈને ટ્રાય કરે છે પરંતુ હજુ સુધી કોઈ વ્યક્તિએ આ ચેલેન્જ પૂરી કરી નથી. હવે તમને થતુ હશે કે આ 10 ફૂટ લાંબા ઢોસાની કિમત કેટલી હશે તો તમને જણાવી દઈએ કે આ ઢોસાની કીમત 1500 રૂપિયા છે. જો કે આ ચેલેન્જમાં ભાગ લેતા ગ્રાહકે મીડિયાને જણાવ્યું કે ઢોસો ખાવામાં તો ટેસ્ટી છે પરંતુ આવડો મોટો ઢોસો ખાવો સહેલી વાત નથી.

YC