જો તમે પણ સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ રાખો છો તો આ કોરોના કાળમાં તે સિક્કાઓનુ ઓનલાઇન વેચાણ કરી તમે ઘણા પૈસા કમાવી શકો છો. તમારી આ આદત તમને મિનિટોમાં કરોડપતિ બનાવી શકે છે. આજે અમે અહીં એવા દુર્લભ સિક્કાની વાત કરી રહ્યા છીએ જે તમને 10 કરોડ રૂપિયા અપાવી શકે છે.
જે સિક્કા માટે 10 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હોય તે કોઇ મામૂલી સિક્કો નહિ પરંતુ દુર્લભ સિક્કો જ હોઇ શકે છે. સૌથી પહેલા તો અહીં એ જાણવુ જરૂરી છે કે તે સિક્કો કેવો છે ? તે સિક્કો બ્રિટિશ શાસનકાળનો છે. આ 1 રૂપિયાના સિક્કાને 1885માં નિર્મિત કરવામાં આવ્યો હતો.
આ સિક્કા માટે તમે 9 કરોડ 99 લાખ રૂપિયાની બોલી માંગી શકો છો. અહીં પર એ સ્પષ્ટ નથી કે કયાં આ દુર્લભ સિક્કાની બોલી મંગાવવામાં આવી રહી છે. આ જૂના અ દુર્લભ સિક્કા માટે તમારે ઓનલાઇન OLX પર રજિસ્ટર કરવુ પડશે. જયાં તમારે લોગિન કરવા માટે પ્રોફાઇલ બનાવી પડશે. તે બાદ OLX પર ફ્રી ઓફ કોસ્ટ જાહેરાત પોસ્ટ કરી બોલીઓ મંગાવી શકો છો.
જેને પણ આ સિક્કો ખરીદવામાં રૂચિ હશે એ તમારો સંપર્ક કરશે અને તમે તેની સાથે વાતચીત કરી તેની કિંમત નક્કી કરી શકો છો. સાથે જ કેવી રીતે પેમેન્ટ લેવુ તે પણ નક્કી કરી શકો છો. દુનિયામાં ઘણા એવા લોકો છો જેની પાસે અપાર ધન સંપદા છે અને તેમના શોખ નિરાલા છે. તે દુર્લભ વસ્તુઓની મોં માંગી કિંમત આપવા તૈયાર રહેતા હોય છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ એંટીક સિક્કાઓને ઓએલએક્સ, ઇન્ડિયા માર્ટ, પિંટરેસ્ટ અને ઇંડિયન કરેંસી જેવી વેબસાઇટ્સ પર વેચી શકાય છે.
નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.