...
   

બહારનું ખાવું કેટલું સારું ! વેફરમાં દેડકા, સાંભરમાં ઉંદર, આઈસ્ક્રીમમાં કાનખજૂરા..લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડાં કેટલા વ્યાજબી ?

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ક્યાંક આઈસ્ક્રીમમાં માનવ આંગળી, કેન્ટીનના જમવામાં સાપ, વેફરમાં દેડકો, સાંભારમાં ઉંદર… ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડાં ? જુઓ તસવીરો

Snake Centipede Finger Rat Food :  “આજની ફાસ્ટ ફોરવર્ડ લાઇફમાં લોકો સમય બચાવવા અને સારા ટેસ્ટ માટે બહારની ખાણીપીણી વધુ ખાતા હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં જ દેશભરમાંથી કેટલીક એવી એવી ઘટનાઓ સામે આવી છે જે લોકો બહારનું ખાય છે તેમના માટે ચિંતાનું કારણ બની ગઈ છે. ઓનલાઇન મંગાવવેલું ફૂડ હોય, કોઈ રેસ્ટોરન્ટનું ફૂડ હોય કે પછી કોલેજ કેન્ટીન હોય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

જામનગરમાં એક વ્યક્તિએ પોતાના નાના માસુમ બાળક માટે દુકાનમાંથી વેફરનું પેકેટ ખરીદ્યું, તેને સપનામાં પણ ખબર નહોતી કે વેફરના પેકેટમાં વેફર સાથે બીજું કઈ પણ છુપાયેલું છે, નાના બાળકને તે પેકેટ ખોલીને આપી તો દીધું અને બાળકે તેમાંથી વેફર પણ ખાધી, પરંતુ જયારે બાળકની નજર પેકેટમાં ગઈ ત્યારે તેને પેકેટ ફેંકી દીધું અને તેની માતાએ જોયું તો અંદરથી મરેલું દેડકું જોવા મળ્યું. જાણીતી કંપનીની વેફરમાં પણ આવી ઘટનાઓ સામે આવતા લોકો પણ હેરાન રહી ગયા.

તો અન્ય એક મામલામાં ગત 16 જૂનના રોજ બિહારના બાંકાથી 7 કિલોમીટર દૂર આવેલી એક એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેના ખોરાકમાં એક મૃત સાપ મળી આવ્યો છે, આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવતા અધિકારીઓએ આવીને મામલાની તપાસ હાથ ધરી હતી.

તો 2 દિવસ પહેલા અમદાવાદમાં આવેલા દેવી ઢોસા સેન્ટરમાંથી પણ ઢોસા સાથે આપવામાં આવતા સંભારમાંથી મૃત ઉંદર મળી આવવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો અને આરોગ્ય તંત્રએ તપાસ કરતા રસોડામાં પણ ગંદકી જોવા મળતા રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી હતી.

આ સિવાય જાણીતી કંપનીઓના આઈસ્ક્રીમમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો તેમાં માનવ આંગળી જોવા મળી, તો અન્ય એક મામલામાં આઈસ્ક્રીમમાંથી કાન ખજુરો પણ નીકળ્યો હોવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે હવે આ બધી ઘટનાઓ બાદ આરોગ્યતંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે એ જોવાનું રહ્યું.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel