અમદાવાદમાં બહારનું ખાનારા સાવધાન ! વંદા અને ઈયળ બાદ હવે આ ઢોસાની હોટલના સાંભરમાં નીકળ્યો મરેલો ઉંદર

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Rat Emerged From The Sambhar : ગુજરાતીઓ બહારની ખાણીપીણીના ખુબ જ શોખીન હોય છે, વીકેન્ડમાં મોટાભાગના લોકો બહાર ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ખાણીપીણીની વાનગીઓમાં કોઈ જીવાત કે વાળ આવવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ત્યારે લોકો આરોગ્યને લઈને પણ હવે ચિંતિત બન્યા છે, એવામાં હવે અમદાવાદની વધુ એક હોટલમાંથી એવી ઘટના સામે આવતા લોકોમાં ઉહાપો જોવા મળી રહ્યો છે. જેમાં એક ઢોસા રેસ્ટોરન્ટના સાંભરમાં મરેલો ઉંદર મળી આવતા ખળભળાટ મચી ગયો.

રેસ્ટોરન્ટમાંથી ઉંદર મળી આવવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો અમદાવાદના નીકળો વિસ્તારમાં આવેલી દેવી હોટલનો હોવાનું કહેવાય રહ્યું છે. જેમાં એક ગ્રાહકે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો અને ઢોસા સાથે આપવમાં આવતા સાંભારમાં નજર કરતા તેમાંથી એક મૃત ઉંદર મળી આવતા ગ્રાહક ગુસ્સે ભર્યો હતો. જેના બાદ વીડિયો ઉતારી પોસ્ટ કરતા તે વાયરલ થઇ ગયો હતો.

આ ઘટના સામે આવતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું હતું અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ રેસ્ટોરન્ટમાં પહોંચી અને તેમને રસોડામાં પણ ભારે ગંદકી જોવા મળતા આજે રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યું હતું. ફૂડ વિભાગના ચેકીંગ દરમિયાન રસોડામાં ઘણી ખુલ્લી જગ્યાઓ પણ જોવા મળી, જ્યાંથી જીવ જંતુઓ સરળતાથી આવ જા કરી શકે. આ ઉપરાંત રસોડામાં હાઇજીન પણ જળવાયેલ નહોતું, જેથી દેવી ઢોસા હાઉસને હાલ સીલ કરી દેવામાં આવ્યું છે.

આ પહેલી ઘટના નથી જયારે ખાણીપીણીની કોઈ વસ્તુમાં આવી જીવાત નીકળી હતો. બે દિવસ પહેલા જ જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાંથી પણ મરેલ દેડકો નીકળવાની ઘટના સામે આવી હતી, ગુજરાત જ નહિ પરંતુ દેશભરમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે. એક ડોકટરે મંગાવેલા આઈસ્ક્રીમમાં માનવ આંગળી હોવાની ઘટનાએ પણ ચકચારી મચાવી દીધી હતી. તો એક વ્યક્તિએ મંગાવેલા અમુલના આઈસ્ક્રીમમાં પણ કાનખજુરો નીકળવાની ઘટના પણ સામે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by News18 Gujarati (@news18gujarati)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel