એક જ બોલમાં પહેલા હિટ વિકેટ અને પછી રનઆઉટ, છતાં પણ પેવેલિયનમાં ના ગયો ખેલાડી, ક્રિકેટનો આ નિયમ આવ્યો ફરી વિવાદમાં

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ક્રિકેટનો આ વિચિત્ર નિયમ બન્યો ચર્ચાનું કારણ, એક જ બોલમાં 2 વાર બેટ્સમેન આઉટ થયો, છતાં એમ્પાયરે આપ્યો નોટ આઉટ, જુઓ વીડિયો

Shan Masood Hit Wicket And Run Out : ક્રિકેટની રમતમાં નસીબનો મોટો રોલ માનવામાં આવે છે. કેચ છૂટવાથી માંડીને સીધી હિટ ન મળવા સુધી, બેટ્સમેનો નસીબની મદદથી મોટી ઇનિંગ્સ રમે છે. આવું બોલરો સાથે પણ ઘણી વખત થાય છે. આવું જ કંઈક હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા T20 બ્લાસ્ટમાં જોવા મળ્યું હતું. પાકિસ્તાનના ટેસ્ટ કેપ્ટન શાન મસૂદ એક જ બોલ પર હિટ વિકેટ અને રન આઉટ થયો હતો, આ પછી પણ તેને પેવેલિયન પરત ફરવું પડ્યું ન હતું.

પાકિસ્તાની બેટ્સમેન શાન મસૂદ T20 બ્લાસ્ટમાં યોર્કશાયર તરફથી રમી રહ્યો છે. 20 જૂને તેની ટીમનો સામનો લેન્કેશાયર સામે થયો હતો. આ મેચમાં શાને શાનદાર અડધી સદી ફટકારી હતી. તે 36 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો હતો. પછી જેકે બ્લેથરવિક પાસેથી બોલને સ્કૂપ કરવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેનો પગ વિકેટને સ્પર્શી ગયો. જો કે ત્યારબાદ અમ્પાયરે નો બોલનો સંકેત આપ્યો હતો. પરંતુ પોતાને આઉટ માનીને તેણે ક્રિઝ છોડી દીધી અને લેન્કેશાયરના ફિલ્ડરે તેને રન આઉટ કર્યો.

નો બોલના કારણે શાન મસૂદ હિટ વિકેટ પડવાથી બચી ગયો હતો પરંતુ તે પછી રનઆઉટ થયો હતો. જો કે આ પછી પણ તે પેવેલિયન પરત ફર્યો ન હતો. ક્રિકેટના નિયમો અનુસાર બેટ્સમેન નો બોલ પર રનઆઉટ થઈ શકે છે. પરંતુ અહીં આઈસીસીના નિયમ 37.1એ શાન મસૂદને બચાવ્યો. શાન મસૂદ તે આઉટ હોવાનું વિચારીને ક્રિઝ છોડી ગયો હતો. તે રન લઇ રહ્યો ન હતો. આ કારણોસર અમ્પાયરે તેને પેવેલિયનમાં પરત ફરવા દીધો ન હતો.

યોર્કશાયર આ મેચ 7 રને જીતી ગયું હતું. પ્રથમ બેટિંગ કરતા શાન મસૂદની કેપ્ટન્સીવાળી આ ટીમે 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. મસૂદે 41 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. જો રૂટે 43 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં લેન્કેશાયર 8 વિકેટે 166 રન જ બનાવી શકી હતી.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel