નહિ રોકી શકો હસી ! યોગ કરતા PM મોદીના મંત્રીનો વીડિયો થયો વાયરલ- લોકો લઇ રહ્યા છે મજા

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

21મી જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ વગેરેએ પણ યોગ કર્યા. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ યોગ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રામદાસ આઠવલે પોતાની એક્શન અને સ્ટાઈલને કારણે ચર્ચામાં છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મુંબઈના દાદરમાં યોગ કર્યા હતા, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પેન્ટ અને ટીશર્ટમાં યોગ કરતા કેન્દ્રીય મંત્રીનો વીડિયો વાયરલ થયા બાદ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે તે રોજ યોગા કરતા નથી, બસ દેખાડો કરે છે

જ્યારે કેટલાક કહે છે કે તેંની તબિયત સારી નથી, તો પણ તેમણે કાર્યક્રમમાં ભાગ લીધો. જો કે, એકે લખ્યું કે યોગ કરવા માટે આરામદાયક કપડાં પહેરવા જોઈએ. પેન્ટ કોણ પહેરે યાર. બીજા એકે લખ્યું આવું ત્યારે થાય છે જ્યારે કોઈ એક દિવસ માટે યોગ કરે છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina