બાંગ્લાદેશ સામેની મેચમાં એવું તો શું થયું કે ગુસ્સે થઇ ગયો રાશિદ ખાન, ક્રિઝ પર જ જોરથી ફેંક્યું બેટ… જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

પોતાના સાથી ખેલાડી પર જ ગુસ્સે ભરાઈ ગયો રાશિદ ખાન, રન દોડવા જતા એવું થયું કે નાખી દીધું છુટ્ટુ બેટ… જુઓ વીડિયો

Rashid Khan threw the bat : અફઘાનિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં સ્થાન મેળવનારી ચોથી ટીમ છે. રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાન ટીમે સુપર-8 રાઉન્ડમાં તેની છેલ્લી મેચમાં બાંગ્લાદેશને 8 રને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ પ્રથમ વખત છે જ્યારે અફઘાનિસ્તાને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આવી સ્થિતિમાં મેચ જીત્યા બાદ તમામ ખેલાડીઓના ચહેરા પર ખુશીના આંસુ સ્પષ્ટ જોઈ શકાતા હતા.

બીજી તરફ મેચ દરમિયાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનો છે જેમાં તે પોતાના સાથી ખેલાડી પર ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં પોતાનું બેટ ફેંકી દે છે. આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 20મી ઓવરમાં બની, જ્યારે ટીમ 5 વિકેટે 107 રન પર રમી રહી હતી. બેટિંગ કરી રહેલા રાશિદે તનઝીમ હસનની ઓવરમાં ઓફ સાઈડ પર શોટ રમ્યો હતો, પરંતુ બોલ બાઉન્ડ્રીને સ્પર્શી શક્યો નહોતો.

જેના કારણે અફઘાનિસ્તાનનો કેપ્ટન પ્રથમ રન લીધા બાદ બીજો રન લેવા માંગતો હતો, પરંતુ સાથી ખેલાડી કરીમ જનાતે ના પાડી દીધી હતી.  જેના બાદ રાશિદને ગુસ્સો આવ્યો, અને રન દોડવા જતા પાછા ફરતી વખતે જ ક્રિઝ પર બેટ ગુસ્સામાં છુટ્ટુ ફેંક્યું હતું. રાશિદની તીક્ષ્ણ પ્રતિક્રિયા પછી જનાત મામલો શાંત કરવા માટે તેના કેપ્ટન પાસે ગયો, પરંતુ રાશિદે તે સમયે વાત કરવામાં કોઈ રસ દાખવ્યો નહીં. વીડિયો સામે આવ્યા બાદ ફેન્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ચાહકો કહે છે કે મોટી મેચોમાં દરેક રનની કિંમત હોય છે. આવી સ્થિતિમાં રાશિદને ગુસ્સો આવે તે સ્વાભાવિક હતું.

અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 115 રનનો આંકડો પાર કરી શકી હતી. કેપ્ટન રાશિદે 10 બોલમાં 3 સિક્સરની મદદથી 19 રનની ઇનિંગ રમી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તે 17.5 ઓવરમાં 105 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી. હવે આ ટીમ 27 જૂને દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel