એરપોર્ટ પર સેલ્ફી લેવા માટે આવેલા વૃદ્ધ અને વિકલાંગ ફેનને નાગાર્જુનના બોડીગાર્ડે માર્યો ધક્કો, લોકોએ ટ્રોલ કરતા માંગી માફી, જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

નાગાર્જુનો વિકલાંગ ફેન એરપોર્ટ પર સેલ્ફી લેવા આવ્યો, બોડીગાર્ડે માર્યો જોરથી ધક્કો, સોશિયલ મીડિયામાં થૂં થૂં થયું, જુઓ વીડિયો

Nagarjuna Bodyguard Pushes Specially-Abled Fan : સાઉથ સ્ટાર નાગાર્જુનનું પણ હિન્દી બેલ્ટમાં મજબૂત ફેન ફોલોઈંગ છે. તે અભિનેતા ધનુષ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જ્યાં અભિનેતાના બોડીગાર્ડે એક વૃદ્ધ અને વિકલાંગ ચાહક સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેને ધક્કો માર્યો હતો. ઇન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થતાં જ નાગાર્જુન અને ધનુષ બંનેની ટીકા થવા લાગી. આ પછી નાગાર્જુન દ્વારા માફી માંગવામાં આવી છે.

નાગાર્જુનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આગળ ચાલી રહ્યો છે. તેની પાછળ ધનુષ તેમના પુત્રનો હાથ પકડેલો જોવા મળે છે. બંને સ્ટાર્સની સુરક્ષા માટે નજીકમાં બોડીગાર્ડ હાજર છે. ત્યારે એક વૃદ્ધ અને અપંગ વ્યક્તિ નાગાર્જુનની ખૂબ નજીક આવે છે અને તેનો ફોટો ક્લિક કરવા જાય છે. આ જોઈને નાગાર્જુનનો બોડીગાર્ડ તેને પકડીને બીજી બાજુ ધકેલી દે છે.

તે વૃદ્ધને એટલો જોરથી ધક્કો મારે છે કે તે જમીન પર પડી જાય છે. જ્યારે આ બધું થઈ રહ્યું હતું, ત્યારે નાગાર્જુને એક વાર પણ પાછળ વળીને જોવાની અને વૃદ્ધની સંભાળ લેવાની તસ્દી લીધી નહીં. તેણે એવું વર્તન કર્યું કે જાણે તેણે કશું જોયું ન હોય, જ્યારે તેની પાછળ આવતા ધનુષે બધું જોયું, તે પણ અટક્યો નહીં. ચાહકોને બંને મોટા સ્ટાર્સ પાસેથી આની આશા નહોતી.

આ જ કારણે સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ રહી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ટ્રોલ કરતા નાગાર્જુને બાદમાં એક્સ પર બનેલી ઘટના માટે માફી માંગી હતી. ટ્વીટમાં વીડિયો શેર કરતાં તેણે કહ્યું, “મને હમણાં જ આ વિશે જાણવા મળ્યું… આવું નહોતું થવું જોઈતું હતું!! હું સજ્જનની માફી માંગુ છું અને ભવિષ્યમાં આવું ન બને તે માટે જરૂરી સાવચેતી રાખીશ!!!”

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel