...
   

ગુજરાતમાં ચોમાસાની ધૂમ ધડાકા સાથે થઇ ગઈ શરૂઆત, છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન, પડ્યો ધોધમાર વરસાદ, જુઓ ક્યાં કેટલો થયો વરસાદ ?

Gujarat Weather Last 24 hours : ગુજરાતની અંદર છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમી વર્તાઈ રહી હતી અને લોકો પણ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા, ત્યારે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 35 તાલુકાઓમાં મેઘરાજાએ દસ્તક આપી દીધી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો, ખાસ કરીને નવસારી અને વલસાડમાં વરસાદનું વધુ જોર જોવા મળ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ તાલુકમાં સૌથી વધુ 66 mm એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, આ ઉપરાંત વલસાડ શહેરમાં પણ બે ઇંચ કરતા વધારે વરસાદ તો વાપી અને પારડીમાં એક એક ઈંચથી પણ વધારે વરસાદ જોવા મળ્યો હતો.

છેલ્લા 24 કલાકની નાદાર રાજ્યના 35 જેટલા તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડ અને નવસારી જિલ્લાના તાલુકાઓમાં વરસદળ નોંધાયો. આ ઉપરાંત જુનાગઢના વિસાવદર, વલસાડના ધરમપુર અને કપરાડામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના થાનગઢ, અંકલેશ્વર, અમરેલીના રાજુલા, નવસારીના ખેરગામ, વલસાડ, પાલીતાણા, ઉંમરગામ, બાબરા, અમરેલીના કુકાવાવ વાડીયામાં 10 એમએમથી વધુ વરસાદ નોંધાયો છે.

તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે.  અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેના કારણે આજથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.’

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel