...
   

ગામ અને સોસાયટીના નોટિસ બોર્ડ પર લખી લેજો આ તારીખ ! ગુજરાતમાં બરાબર જામશે ચોમાસુ, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

આખરે આવી ગઈ અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, ખેડૂતોમાં વ્યાપી ગઈ ખુશીઓની લહેર, ગુજરાતમાં મોડું પડેલું ચોમાસુ આ તારીખે આપશે દસ્તક, જુઓ

Gujarat Rain Ambalal prediction : ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે, આ બધા વચ્ચે લોકોની આશા હવે વસારસાદ પર મંડરાયેલી છે, 15 જૂનથી રાબેતા મુજબ ચોમાસાની શરૂઆત થવા છતાં હજુ વરસાદ ગુજરાતમાં વરસ્યો નથી, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત તો થયેલી જોવા મળી, પરંતુ હજુ પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે આ બધા વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે.

અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 19 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની આ આગાહીના કારણે રાજ્યના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર આગામી 24 થી 29 જૂન સુધીમાં બંગાળના ઉપસાગરનો ભેજ મધ્ય પ્રદેશ થઈને ગુજરાત સુધી આવી જશે. જેથી 30 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આમ 30 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

તમને જણાવી દઈએ કે 1 જૂનના રોજ રાજ્યમાં વરસાદ થતાં જ લોકો ઉત્સાહમાં આવી ગયા અને માની બેઠા હતા કે રાજ્યમાં ચોમાસુ વહેલું આવી ગયું છે, પરંતુ ત્યારબાદ વરસાદ દૂર દૂર સુધી દેખાયો નહિ આટલા દિવસ વીતવા છતાં વરસાદનું કોઈ ઠેકાણું પડ્યું નથી.  સાઉથ-વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું આગળ વધી શક્યુ નથી. 10 જૂનથી દક્ષિણ ગુજરાતના કાંઠે ચોમાસું અટકી ગયું છે. જેના કારણે રાજ્યમાં સરેરાશ 71 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.