જંગલમાં 2 ભેંસોની પાછળ પડ્યો સિંહ, જીવ બચાવીને ભાગતી હતી, ત્યારે જ એક ભેંસમાં આવી ગઈ હિંમત, અને જંગલના રાજાને પણ ભગાડ્યો, જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

જંગલમાં 2 ભેંસોની પાછળ પડ્યો સિંહ, જીવ બચાવીને ભાગતી હતી, ત્યારે જ એક ભેંસમાં આવી ગઈ હિંમત, અને જંગલના રાજાને પણ ભગાડ્યો, જુઓ વીડિયો

Buffalo pushed the lion back : પ્રાણીઓ પાસેથી ઘણું શીખી શકાય છે. માણસનો શ્રેષ્ઠ મિત્ર, કૂતરો, આપણને શીખવે છે કે વફાદારીનો અર્થ શું છે. જંગલનો સિંહ રાજા આપણને બતાવે છે કે રાજાશાહી શું છે. જો કે, આ જ સિંહ આપણને એ પણ શીખવે છે કે ક્યારેક, જ્યારે વિરોધી મજબૂત હોય ત્યારે પીછેહઠ કરવી વધુ સારું છે.

આ વિચાર હાર માનવાનો નથી પરંતુ હુમલો કરવા માટે યોગ્ય ક્ષણની રાહ જોવાનો છે,  વરિષ્ઠ IAS અધિકારી એમવી રાવે એક એવો જ વીડિયો શેર કર્યો છે. જેમાં બે જંગલી ભેંસ અને સિંહ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે જંગલની અંદર સિંહ ભેંસોનો પીછો કરે છે અને ભેંસો પણ પોતાનો જીવ બચાવીને ભાગવા લાગે છે.

ત્યારે જ એક ભેંસ રસ્તા પર ઉભી રહી જાય છે અને સિંહનો પ્રિતકાર કરવા માટે આગળ વધે છે. સિંહ પણ સમજી જાય છે કે ભેંસ હવે તેના કાબુમાં આવશે નહિ. ભેંસનો ગુસ્સો જોઈને સિંહ પણ પાછી પાની કરવા લાગે છે અને પછી જંગલમાં ચાલ્યો જાય છે. અધિકારીએ કેપ્શન સાથે X પર વિડિયો પોસ્ટ કર્યો જેમાં લખ્યું: “જ્યાંથી ભયનો અંત આવે છે ત્યાંથી જીવન શરૂ થાય છે!”

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા લોકો વીડિયોને લઈએં કોમેન્ટ પણ કરતા જોવા મળે છે. લોકોને ભેંસની આ હિંમત પસંદ આવી છે, કેટલાક લોકોએ કોમેન્ટ કરતા એમ પણ કહયું છે કે “ડરને જો તમે છોડી દો તો તમારો વિજય પાક્કો જ છે.” આ ઉપરાંત પણ ઘણા લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel