...
   

ચોમાસાને લઇને અંબાલાલ પટેલની મોટી આગાહી…આ તારીખે મેઘરાજા ઘમરોળશે ગુજરાત

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 4 દિવસ વહેલા થવાની આગાહી કરવામાં આવી હતી જો કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા તે નબળું પડ્યું અને તેને કારણે જૂન મહિનો પતવા આવ્યો તેમ છતાં વરસાદનો માહોલ હજુ સુધી જામ્યો નથી. ત્યારે આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જામશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 24થી26 જૂન વચ્ચે મેઘમહેર જોવા મળશે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યુ કે દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30 જૂન સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ તો પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદનો માહોલ જોવા મળી શકે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના ઉમરગામમાં અઢી ઈંચ જ્યારે વલસાડ શહેરમાં સવા બે ઈંચ નોંધાયો છે.

આ ઉપરાંત સુરતના પલસાણામાં સવા ઈંચ, નવસારી શહેર, જલાલપોર, વાપી, પારડીમાં 1-1 ઈંચ અને નવસારીના ચીખલીમાં 20 એમ.એમ, ડાંગ-આહવામાં 13 એમ.એમ, ભરૂચના વાલીયામાં 12 એમ.એમ તો સુરતના ઓલપાડમાં 11 એમ.એમ વરસાદ નોંધાયો છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina