ચિપ્સમાં દેડકા અને આઇસ્ક્રીમમાં આગળી બાદ હવે વંદે ભારતના ખાવામાં નીકળ્યો મરેલો કોકરોચ, યાત્રીએ પોસ્ટ શેર કરી કરી ફરિયાદ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

આઇસક્રીમમાં આંગળી, ચિપ્સમાં દેડકો, હર્ષે ચોકલેટમાં ઉંદર : આ 8 ફૂડ આઇટમ્સમાં મળી આ અજીબોગરીબ વસ્તુઓ

વંદે ભારતના ખાવામાં કોકરોચ, ચોકલેટ સીરપમાં મરેલો ઉંદર, આઈસ્ક્રીમમાં માણસની આંગળી, ચિપ્સના પેકેટમાં મરેલો દેડકા અને એમેઝોનના પેકેટમાં વીંટળાયેલો જીવતો સાપ… તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેણે ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ કરવાવાળાના મનમાં ડર પેદા કર્યો છે. ત્યારે અમે તમને છેલ્લા કેટલાક દિવસની આવી અજીબોગરીબ વસ્તુઓ સાથે જોડાયેલા 8 કિસ્સાઓ જણાવવા જઇ રહ્યા છીએ.


1. વંદે ભારતના ખાવામાં કોકરોચ
આ તસવીર શેર કરતી વખતે પોતાની નિરાશા વ્યક્ત કરતા પેસેન્જરે લખ્યું- આજે 18-06-24ના રોજ મારા કાકા અને કાકીને વંદે ભારતની મુસાફરી દરમિયાન IRCTC દ્વારા આપવામાં આવતા ભોજનમાં વંદો મળ્યો. આવી ઘટનાઓ ફરીથી ન બને તેની ખાતરી કરવા કૃપા કરીને વિક્રેતા સામે તાત્કાલિક પગલાં લો. ગુરુવારે આ મામલે IRCTCએ જવાબ આપ્યો કે આ મામલે દંડ લાદીને અને સંબંધિતો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. IRCTCએ જવાબ આપ્યો- અમે તમારા પ્રવાસના અનુભવ માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને સંબંધિત સેવા પ્રદાતા સામે યોગ્ય દંડ કરવામાં આવ્યો છે. અમે આ કેસમાં દેખરેખ પણ વધારી દીધી છે.

2. ચિપ્સના પેકેટમાં મરેલો દેડકા
ગુજરાતના જામનગરમાં બુધવારે બટાકાની વેફરના પેકેટમાંથી એક મૃત દેડકો મળી આવ્યો હતો. એક યુઝરે દાવો કર્યો હતો કે તેની નવ મહિનાની પુત્રી અને ચાર વર્ષની ભત્રીજીએ પેકેટની અંદર એક મૃત દેડકા જોયો તે પહેલા તેણે કેટલીક વેફર્સ ખાધી હતી. તેણે કહ્યું કે તેની ભત્રીજીએ સ્થાનિક દુકાનમાંથી ‘બાલાજી વેફર્સ સિમ્પલી સોલ્ટેડ’ પેકેટ ખરીદ્યું હતું.

3. એર ઈન્ડિયાના ખોરાકમાં બ્લેડ મળી
બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલા એર ઈન્ડિયાના એક મુસાફરને ખોરાકમાં ધાતુની બ્લેડ મળી આવી હતી. પેસેન્જરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ખોરાક ચાવતી વખતે તેને સમજાયું કે ખોરાકમાં બ્લેડ છે અને જ્યારે તેણે તેને થૂંક્યું તો તેમાં બ્લેડ હતી.

4. આઈસ્ક્રીમ કોનમાં માનવ આંગળી મળી
મુંબઈ સ્થિત ડૉક્ટરે ગ્રોસરી ડિલિવરી એપ ‘ઝેપ્ટો’ દ્વારા મંગાવેલા ‘યમ્મો આઈસ્ક્રીમ’ના બટરસ્કોચ કોનમાં કપાયેલી માનવ આંગળી જોઈ હતી, અહેવાલ અનુસાર, અડધો આઈસક્રીમ ખાધા બાદ જીભ પર કંઈક અસામાન્ય લગતા જોયુ તો માનવ આંગળી મળી, જે લગભગ 2 સે.મી. લાંબી હતી, પ્રારંભિક તપાસમાં માનવ આંગળીની હાજરીની પુષ્ટિ થઈ હતી, જેને બાદમાં ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી હતી.

5. એમેઝોન પાર્સલમાં જીવતો કોબ્રા મળી આવ્યો
બેંગલુરુનું એક દંપતી રવિવારે એમેઝોન પરથી ઓનલાઈન ઓર્ડર કરેલા પેકેજમાં જીવતા કોબ્રાને જોઈને ચોંકી ઉઠ્યું હતું. એક સોફ્ટવેર એન્જિનિયર દંપતીએ ગેમ કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ડિલિવરી વખતે તેમને એક ઝેરી સાપ મળ્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સાપ કોબ્રા પ્રજાતિનો હતો, જે પાર્સલ સાથે જોડાયેલી ટેપ સાથે ચોંટી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

6. હર્ષેના ચોકલેટ સીરપમાં મરેલો ઉંદર
એક ‘ઇન્સ્ટાગ્રામ’ યુઝરે ‘ઝેપ્ટો’ દ્વારા ઓર્ડર કરાયેલ ‘હર્ષે ચોકલેટ સિરપ’ની બોટલમાંથી ઉંદર નીકળતો વીડિયો શેર કર્યો હતો. વ્યક્તિએ જણાવ્યું કે કેવી રીતે તેના પરિવારના ત્રણ સભ્યોએ આ પીધું અને એકને હોસ્પિટલ લઈ જવો પડ્યો. જો કે, આ પછી કંપનીના પ્રતિસાદથી નેટીઝન્સ વધુ ગુસ્સે થયા હતા.

7. અમૂલ આઈસ્ક્રીમમાં કાનખજુરો હતો
15 જૂનના રોજ, નોઈડાની રહેવાસી દીપા દેવીએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે તેને ‘બ્લિંકિટ’ દ્વારા ખરીદવામાં આવેલા ‘અમૂલ આઈસ્ક્રીમ’ના ટબમાં કાનખજુરો મળી આવ્યો હતો. ત્યારબાદ એક અખબારી યાદીમાં, અમૂલે જણાવ્યું હતું કે, “આ ઘટનાને કારણે તેમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.” જોકે, કંપનીએ કહ્યું કે દેવી તપાસમાં સહકાર આપી રહી નથી. “ગ્રાહક સાથેની અમારી મીટિંગ દરમિયાન, અમે ગ્રાહકને આ આઈસ્ક્રીમ ટબ તપાસવા માટે આપવા વિનંતી કરી હતી, પરંતુ ગ્રાહકે તેને આપવાનો ઇનકાર કર્યો હતો,”

8. લાઇમ સોડાનો સીલબંધ ખાલી ગ્લાસ
એક ગ્રાહકને ‘Swiggy’ તરફથી આપવામાં આવેલ લાઇમ સોડાની જગ્યાએ સીલબંધ ખાલી ગ્લાસ મળ્યો. ગ્રાહકે ગ્લાસની તસવીર સાથે એક્સ પર પોસ્ટ પણ કરી હતી જે ઘણી વાયરલ થઇ હતી.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina