સુરતમાં પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંજામ ! પતિના ત્રાસથી કંટાળી સોફ્ટવેર એન્જીનીયર પત્નીએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

“મારાથી હવે સહન થતું નથી. હું સફોકેટ થઈ ગઈ છું..” એન્જીનીયર પતિને છેલ્લો વૉટ્સએપ મેસેજ કરીને સોફ્ટવેયર એન્જીનીયર પત્નીએ બિલ્ડિગ પરથી કૂદીને કરી લીધો આપઘાત

29 year old Software Engineer suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો અન્ય કારણોસર આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા હોય છે, તો ઘણીવાર કેટલીક પરણીતાઓ પણ પતિ અથવા તો સાસરિયાના ત્રાસના કારણે પોતાની જિંદગીનો અંત લાવી દે છે. આવી જ એક ઘટના હાલ સુરતમાંથી સામે આવી છે, જેમાં એક સોફ્ટવેર એન્જીનિયર પત્નીએ છઠ્ઠા માળેથી કૂદીને પોતાનો જીવ આપી દીધો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા ભટાર વિસ્તારમાં રહેતા એન્જીનીયર વિકાસે ત્રણ વર્ષ પહેલા સોફ્ટવેર એન્જીયર મધુલિકા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન બંને પરિવારની મરજીથી જ થયા હતા અને લગ્ન સમયે મધુલિકાના પિતાએ રીતિ-રીવાજ મુજબ આશરે 40 તોલા સોનું-ચાંદી અને ફર્નિચ૨ બનાવવા માટે જમાઇ વિકાસના પરિવારને એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. લગ્નના 8 મહિના બાદ વિકાસ એમ કહીને મધુલિકા સાથે ઝઘડતો કે 1 લાખમાં તો ખાલી બાથરૂમ જ બને.

મધુલિકા પોતે પણ સુરતની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી અને તેનો પગાર પણ 80 હજાર હતો, વિકાસ પુણેની એક કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ મધુલિકાનો પગાર પણ વિકાસ જ લઇ લેતો. લગ્નના થોડા સમય બાદ વિકાસ મધુલિકાને ત્રાસ આપવા લાગ્યો અને મારવા પણ લાગ્યો. આ બધાથી કંટાળીને મધુલિકાએ ગત 21 જૂનના રોજ સાંજે 7.30 કલાકે જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે બિલ્ડીંગના છઠ્ઠા માળેથી કૂદકો મારી દીધો.

મધુલિકા નીચે પાર્ક કરેલી કાર પર ધડામ દઈને પડતા સોસાયટીના લોકો પણ દોડી આવ્યા અને તેને હોસ્પિટલ લઇ ગયા, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી. ત્યારે આ મામલે મધુલિકાના પિતાએ ફરિયાદ નોધાવી છે. મધુલિકાએ તેના પતિને આપઘાત કરતા પહેલા એક વૉટ્સએપ મેસેજ પણ કર્યો હતો, જેમાં તેને લખ્યું હતું કે, “હાય, વિકાસ. મારાથી હવે સહન થતું નથી. હું સફોકેટ થઈ ગઈ છું. મેં તને દુઃખ આપ્યું એ બદલ મને માફ કરી દે. ”

તેને આગળ લખ્યું કે, “બસ હવે મારા મોતથી શાંતિ થઈ જશે. હું આ રીતે જીવી શકું નહીં. હું માફી માગું છું. બની શકે તો ખરાબ સમય ભુલાવી દેજે અને આપણો સારો સમય યાદ રાખજે. જો શક્ય હોય તો મારા પિયરથી આવેલાં ઘરેણાં મારાં માતા-પિતાને પાછાં આપી દેજે, ચુચુના લગ્નમાં કામ આવશે. મારી છેલ્લી ઇચ્છા પર વિચાર કરજે. તારું ધ્યાન રાખજે. હું મિસિસ વિકાસ પેરીવાલ તરીકે મૃત્યુ પામી રહી છું, આવજે.”

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel