મહિલાએ રસ્તા વચ્ચે શરૂ કરી ગુંડાગર્દી, ઝોમેટોના ડિલિવરી બોયને ચપ્પલથી ધડાધડ મારવા લાગી, વીડિયો જોતા જ ઝોમેટોએ પણ કરી આ મોટી વાત, જુઓ

વધુ એક મહિલાની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે, બિચારા ફૂડ ડિલિવરી બોયને ચપ્પલથી માર માર્યો અને ડિલિવરી બોય મૂંગા મોઢે માર ખાતો રહ્યો, જુઓ વીડિયો

આપણા દેશમાં મહિલાને લઈને ઘણા બધા કાયદાઓ ઘડાયા છે, એ સારી બાબત છે છતાં પણ ઘણી મહિલાઓ આ કાયદાનો દુરુપયોગ પણ કરતી હોય છે. જેની ઘણી ઘટનાઓના વીડિયો તમે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા જોયા હશે. ઘણીવાર કેટલીક મહિલાઓ અને યુવતીઓ દાદાગીરી ઉપર પણ ઉતરી આવતી હોય છે અને પુરુષોને જાહેરમાં થપ્પડ પણ મારી દેતી હોય છે. ત્યારે હાલ ઇન્ટરનેટ ઉપર એક મહિલા ઝોમેટોના ડિલિવરી બોયને ચપ્પલથી માર મારતી હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને એક ટ્વિટર યુઝરે શેર કરીને ડિલિવરી બોય માટે ન્યાયની માંગણી કરી હતી. વાયરલ થઈ રહેલા વીડિયો પર Zomatoએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્વિટના જવાબમાં Zomatoએ કહ્યું કે કંપની આ સંબંધમાં તપાસ કરી રહી છે અને તે ટૂંક સમયમાં વીડિયોમાં દેખાતા ડિલિવરી બોયની પૂછપરછ કરશે.

આ ઘટનાનો વીડિયો એક ટ્વિટર યુઝર @bogas04 દ્વારા શેર કરવામાં આવ્યો છે. @zomato ને ટેગ કરીને તેણે લખ્યું  “મારો ઓર્ડર આપતી વખતે ડિલિવરી એક્ઝિક્યુટિવ પર હુમલો કરવામાં આવ્યો. કેટલીક મહિલાઓએ તેમની પાસેથી મારો ઓર્ડર લીધો અને તેમને જૂતા વડે મારવાનું શરૂ કર્યું. તે રડતો રડતો મારી પાસે આવ્યો. તેને ડર હતો કે તે તેની નોકરી ગુમાવશે.”

યુઝરે આ વીડિયો 16 ઓગસ્ટે શેર કર્યો હતો. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પોસ્ટમાં યુઝરે આગળ લખ્યું- સદ્ભાગ્યે ત્યાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો. જો કે, મને આ વિડિયો ઑડિયો વિના મળ્યો છે. મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો. પરંતુ તે આ બાબતને સમજી શક્યો ન હતો અને તે મદદરૂપ સાબિત થયો ન હતો.

યુઝરે છેલ્લે લખ્યું “હું ટ્વીટ કરી રહ્યો છું જેથી ડિલિવરી એક્ઝિક્યુટિવને ન્યાય મળે અને નોકરીની સુરક્ષા મળે. મેં ગ્રાહક પ્રતિનિધિને વરિષ્ઠ સાથે વાત કરવાનું કહ્યું હતું જેથી કરીને હું ઘટનાની વિગતવાર માહિતી આપી શકું. કૃપા કરીને તરત જ આ બાબતે તપાસ કરો અને ડિલિવરી એક્ઝિક્યુટિવને મદદ કરો.

પોસ્ટ પર લોકો ડિલિવરી પાર્ટનરને મારનાર મહિલા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. બાદમાં, યુઝરની પોસ્ટના જવાબમાં, Zomatoએ કહ્યું “ઘટના વિશે જણાવવા બદલ આભાર. અમે આ મામલે તપાસ કરાવી રહ્યા છીએ.” આ પહેલા પણ ઘણી આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમાં ડિલિવરી બોય પાસેથી ફ્રી ફૂડ લેવાના નામ ઉપર તેમની સાથે માથાકૂટ કરવામાં આવતી હોય છે.

Niraj Patel