ઝોમેટો ડિલિવરી બોય કેસમાં નવો વળાંક, સામે આવી વધુ એક વિગત

હિતેશાનું વધુ એક જુઠ્ઠાણું રંગેહાથ લોકોએ ઝડપી લીધું, જાણો મોટો ખુલાસો

ઝોમેટો ડિલિવરી બોય પર શારીરિક હુમલાની ફરિયાદ કરનારી હિતેશા ચંદ્રાની પર હવે બેંગાલુરૂ પોલીસે હવે ફરિયાદ દાખલ કરી છે. હિતેશાએ ડિલિવરી બોય સામે ફરિયાદ કરી હતી કે તેણે ડિલિવરી મોડી કરી હતી અને જ્યારે તેણે એ બાબતે ટોક્યો તો કામરાજે હુમલો કરી દીધો હોવાનું તેણે જણાવ્યું હતું.

બેંગ્લુરુમાં ઝોમેટો ડિલિવરી બોય મારપીટ કેસમાં નવા નવા વળાંક આવે છે. આ ઘટનામાં હવે મહિલા સામે FIR દાખલ કરવામાં આવી છે. મહિલા પર ડિલીવરી બોય સાથે મારઝુડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે આરોપી મહિલાએ ડિલીવરી બોયને ચપ્પલ વડે માર માર્યો હતો, અપશબ્દો કહ્યાં હતા અને બાદમાં તેની સામે ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી.

હિતેશાએ આ મામલે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે 10 માર્ચના રોજ ડિલિવરી બોય કામરાજ સામે કેસ દાખલ કર્યો હતો, અને તેની આઈપીસીની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, પાછળથી કામરાજનો જામીન પર છૂટકારો થઈ ગયો હતો.

ઝોમેટોમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરતા કામરાજે છૂટ્યા બાદ હિતેશા સામે આક્ષેપો કર્યા હતા અને તેણે પોતાને ખોટી રીતે ફસાવી દીધો હોવાનો દાવો કર્યો હતો. તેણે હિતેશા સામે ફરિયાદ કરતાં પોલીસે હવે હિતેશા સામે કાર્યવાહી શરુ કરી છે.

યુવતીના આરોપ બાદ ઝોમેટો તરફથી ડિલીવરી કરનારા યુવકે દાવો કર્યો હતો કે યુવતીએ તેને ચંપલ માર્યું અને ગાળો બોલી. યુવકે દાવો કર્યો કે યુવતીની પોતાની ભૂલના કારણે તેને નાક પર ઈજા થઈ.

ઝોમેટો ડિલિવરી બોયે બેંગલુરુની મહિલા હિતેશા ચંદ્રાની પર હુમલો કર્યાના કથિત મામલામાં એકપછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મહિલાએ પહેલા કહ્યું હતું કે ડિલિવરી બોયે તેના પર હુમલો કરી તેનું નાક તોડી નાખ્યું હતું. જ્યારે ડિલિવરી બોયે પોતાની ફરિયાદમાં ખુલાસો કર્યો છે તે આ મહિલાની રિંગ જ તેને વાગી છે.

હુમલા પછી હિતેશાએ કહ્યું હતું કે લોકોને બતાવવા માટે હું મારું નાક શા માટે તોડું. આ મારા હાથમાં રહેલી રિંગ ચાર-પાંચ વર્ષ જૂની છે. આ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ રિએક્શન આપવાનું શરૂ કરી દીધું કે હુમલો થયો તે દિવસે વીડિયોમાં દેખાતી રિંગ અને આજના વધુ એક ખુલાસાના વીડિયોમાં પહેરેલી રિંગ પણ અલગ-અલગ છે. સાથે હુમલા સમયના વીડિયોમાં હાથમાં ઈજાનું નિશાન નથી, જ્યારે આ નવા વીડિયોમાં ઈજાનું નિશાન છે તો તે ક્યાંથી આવ્યું ?

સોશિયલ મીડિયામાં વીંટીની વાતને લઈને સોશિયલ મીડિયામાં હિતેશા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. અને સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સ વધારવા આવા સ્ટંટ કર્યો હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યાં છે. સાથે જ ઈન્ટરનેટ યુઝર્સ એવો સવાલ પૂછી રહ્યાં છે કે અંતે વિક્ટિમ કાર્ડ કોણ રમી રહ્યું છે?

Shah Jina