માતાની અસ્થિઓ વિસર્જિત કરતા ધ્રુસકેને ધ્રુસકે રડ્યો દીકરો ઝાયદ ખાન, પતિ સંજય ખાન પણ થયા ભાવુક
પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સંજય ખાનની પત્ની ઝરીન ખાનનું 7 નવેમ્બર, 2025 ના રોજ 81 વર્ષની વયે અવસાન થયું હતું. ઝરીન ખાનના હિન્દુ વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, આ પછી ગત રોજ તેમના અસ્થિ ગંગામાં વિસર્જિત કરવામાં આવ્યા. સંજય ખાને પોતે સોશિયલ મીડિયા પર ઝરીન ખાનના અસ્થિ વિસર્જનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ભાવુક જોવા મળે છે.

જો કે, આ ભાવનાત્મક વીડિયો તેમના પુત્ર અને અભિનેતા ઝાયેદ ખાનને કારણે હેડલાઇન્સમાં છે, જે ખૂબ રડતા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “મારી પ્રિય પત્ની ઝરીન સંજય ખાનની યાદમાં.” વીડિયોમાં, સંજય ખાન તેમના પરિવાર સાથે ઝરીન ખાનની અસ્થિ ખીણોમાંથી વહેતી ગંગામાં વિસર્જિત કરવા પહોંચ્યા હતા.

વીડિયોમાં જોવા મળે છે કે માતાની અસ્થિ વિસર્જનના સમયે ઝાયદ ખાન ખૂબ રડી રહ્યો છે. ઝાયેદ ખાનની માતા ઝરીન 60 અને 70 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી, મોડેલ અને કોસ્ચ્યુમ ડિઝાઇનર હતી. તે 1963 ની ફિલ્મ “તેરે ઘર કે સામને” માં દેખાઈ હતી, જેમાં તેણે દેવ આનંદ સાથે કામ કર્યું હતું. ઝરીન પછી ફિલ્મ “એક ફૂલ દો માલી” માં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે યોગદાન આપ્યું હતું.

ઝરીનના પરિવારમાં ચાર બાળકો છે: સુઝૈન ખાન, ઝાયેદ ખાન, સિમોન અને ફરાહ અલી ખાન. ઝરીન ખાનના અંતિમ સંસ્કાર જુહુ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા, જ્યાં ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો અને નજીકના મિત્રો તેમના અંતિમ દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પુત્ર ઝાયદ ખાને અંતિમ સંસ્કાર કર્યા, જેમાં સંજય ખાન અને સુઝૈન ખાન સહિત પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.
View this post on Instagram