બાઈક સાથે સ્ટન્ટ કરવાના ચક્કરમાં આ ફેમસ યુટ્યુબર ઊંધા મોઢે પછડાયો, ઘટનાનો લાઈવ વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે, જુઓ

પોતાના બાઈક સ્ટન્ટ માટે ખુબ જ પ્રખ્યાત એવા આ યુટ્યુબરનો બાઈક સ્ટન્ટ કરતી વખતે જ થયો ભયંકર અકસ્માત, આખી ઘટના થઇ કેમેરામાં કેદ, જુઓ વીડિયો

YouTuber’s bike stunt gone wrong : આજકાલના યુવાનોને  વાયરલ થવાનું ઘેલું લાગ્યું છે, લોકો વાયરલ થવાના ચક્કરમાં કેવા કેવા કાંડ કરતા હોય છે તે આપણે બધા જ જાણીએ છીએ. ઘણા યુવાનો બાઈક લઈને સ્ટન્ટ કરતા હોય છે અને આ સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઘણીવાર અકસ્માતને પણ ભેટતા હોય છે અને તેમાં ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. તો ઘણીવાર તે પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલ એવા જ એક યુટ્યૂબરના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેનો લાઈવ અકસ્માત જોઈ શકાય છે.

યુટ્યુબમાં છે મોટું ફેન ફોલોઇંગ :

અકસ્માતમાં ભેટેલા યુટ્યુબરનું નામ ટીટીએફ વાસન છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે. તે હાઈ સ્પીડ મોટરબાઈક રાઈડ માટે જાણીતો છે. જે લોકો આ વસ્તુને પસંદ કરે છે તેઓ તેમને ફોલો કરે છે. આ બેદરકારીના કારણે તેને ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત ચેતવણી આપવામાં આવી છે. વાસને અનેક વખત ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડ પણ ભરવો પડ્યો છે. વાસન રવિવારે ચેન્નાઈથી કોઈમ્બતુર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

સ્ટન્ટ કરવા જતા થયો અકસ્માત :

બલુચેટ્ટી ચથીરામને ક્રોસ કરતી વખતે સર્વિસ લેન પર સ્ટંટ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો. તે બાઇકનું વ્હીલ ઉપરની તરફ ફેરવી રહ્યો હતો. આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે વાસન ખૂબ જ ઝડપે બાઇક ચલાવી રહ્યો છે. તે પછી તે તેની બાઇકના આગળના વ્હીલને ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે બાઇક સ્લીપ થઇ જાય છે. વાસન પડી જાય છે. બાઇક પણ હવામાં લહેરાઈને ગુલાટી ખાતી બીજી દિશામાં પડી જાય છે.

રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો :

વાસને તેની બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો. સદ્નસીબે તેનો જીવ બચી ગયો. કારણ કે તેણે રક્ષણ માટે ગિયર પહેર્યા હતા. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ચેન્નાઈ મોકલવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. સારવાર બાદ હવે તે યુટ્યુબરની પૂછપરછની રાહ જોઈ રહી છે. લોકો તેના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

Niraj Patel