રાજકોટમાં CAનો અભ્યાસ કરી રહેલો આ વિદ્યાર્થી, કાચી ઉંમરમાં જ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું… જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાય લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે જીવન ટૂંકાવી લેતા હોય છે. આ સાથે જ વિદ્યાર્થીઓમાં પણ આપઘાતના મામલાઓ ચિંતા નો વિષય બન્યા છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થવાથી કે ભણતરના ભાર નીચે દબાઈને ડિપ્રેશનમાં આવી આપઘાત જેવા પગલાંઓ પણ ભરતા હોય છે.

ત્યારે હાલ એવો જ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક CAનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. રાજકોટમાં આવેલા કોઠારીયા રોડ પર મૂહુલ નગરમાં રહેતો અને CAનો અભ્યાસ કરી રહેલા 20 વર્ષના પાર્થ વિરલભાઈ ગોહેલ નામના વિદ્યાર્થીએ બપોરના સમયમાં જ પોતાનાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

પાર્થ તેના રૂમમાં હતો. તેના પરિવારે દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ના ખોલતા પરિવારના સભ્યોએ દરવાજો તોડીને અંદર જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પાર્થનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકતો જોઈને પરિવારના મોઢામાથી પણ ચીસ નીકળી ગઈ હતી. જેના બાદ તાત્કાલિક 108ને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ પર પહોંચેલી EMTએ પાર્થને મૃત જાહેર કર્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ મામલે ભક્તિ નગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પાર્થના પરિવારજનોનું નિવેદન પણ નોંધ્યું હતું. પરિવારે જણાવ્યું કે પાર્થ CAનો અભ્યાસ કરે છે અને અભ્યાસના કારણે છેલ્લા ઘણા સમયથી તે ગુમ રહેતો હતો. અભ્યાસના ડિપ્રેશનમાં આવીને જ તેને આ ભયાનક પગલું ભરી લીધું હતું. પાર્થના પપ્પા દરજી કામ કરે છે અને એક બહેનનો તે એકનો એક ભાઈ હતો, પાર્થના આ પગલાંના કારણે પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

Niraj Patel