20 વર્ષના દીકરાએ કરી દાદા-દાદીની હત્યા, પછી છઠ્ઠા માળેથી જઈને કર્યો આ કાંડ, ક્રૂરતા જોઈને દરેક કોઈ ડરી ગયા

છઠ્ઠા માળેથી જઈને કર્યો આ કાંડ, ક્રૂરતા જોઈને દરેક કોઈ ડરી ગયા

માયાનગરી તરીકે ઓળખાતા શહેર મુંબઈમાંથી હૃદયને ધ્રુજારી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વસંત ઓસ્કાર બિલ્ડિંગમાં છઠ્ઠા માળે રહેતા 20 વર્ષના યુવકે પહેલા તો પોતાના જ દાદા અને પિતા પર ચાકુથી વાર કરીને હત્યા કરી હતી અને પછી પોતે જ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના જાણીને આસપાસના લોકો પણ હેરાન છે કે આખરે કોઈ આવું કેવી રીતે કરી શકે. મામલાની જાણ થતા જ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી, આ પુરી ઘટના ઘરના નોકરે પણ જોઈ હોવાનું સામે આવ્યું છે.

Image Source

પોલીસના આધારે ઘટના સવારે નવ વાગે બની છે. અહીં છઠ્ઠા માટે ફ્લેટ નંબર-604માં રહેતા શાર્દુલ મંગલે પહેલા પોતાના 55 વર્ષના પિતા મિલિન્દ અને પછી 85 વર્ષના દાદા સુરેશ પર લગાતાર ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી હતી અને પછી પોતે ત્યાંથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

Image Source

દાદા-પિતા શાર્દુલ સાથે અહીં જ રહેતા હતા જ્યારે શાર્દૂલની માં પિતાથી અલગ દીકરી સાથે રહેતી હતી. સ્થાનિક લોકોના આધારે અચાનક જ શાર્દુલ નીચે પડ્યો અને મામલાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસ ઘટના સ્થેળે પહોંચી અને ઘરમાં દાદા-પિતાનું મૃત શરીર રક્તથી લથપથ હતું.

ઘટનાના સમયે તેનો નોકર અનંત પણ ત્યાં હાજર હતો. અનંતે કહ્યું કે પહેલા શાર્દૂલ પોતાના નાના-નાની સાથે રહેતો હતો અને ત્યાં પણ  તે તેઓને હેરાન કરતો રહેતો હતો જેને લીધે તેના પિતા તેને અહીં લાવ્યા હતા.

Image Source

ઘટનાના સમયે અનંતે તેઓને બચાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ તે નાકામ રહ્યો હતો,અને શાર્દુલના ગુસ્સાને જોઈને ડરી જતા તે બાથરૂમમાં છુપાઈ ગયો હતો અને ત્યાંથી પુરી ઘટનાને જોઈ હતી. પાડોશીઓના જણાવ્યા પ્રમાણે માતા-પિતા અલગ થઇ જવાથી શાર્દુલ માનસિક રૂપે અસ્વસ્થ થઇ ગયો હતો. પોલીસે ત્રણે શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને અને હાલ પોલીસ મામલાની જાંચ કરી રહી છે.

Krishna Patel