Youth came in support of Tathya Patel : બુધવારની રાત્રે અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતથી હજુ આખું ગુજરાત સદમાંમાં છે. આ ગોઝારા અકસ્માતે 10 લોકોના જીવ લઇ લીધા. આ ઘટના ત્યારે બની જયારે ઇસ્કોન બ્રિજ પર એક ડમ્પરની પાછળ થાર કાર ઘુસી ગઈ હતી અને લોકોના ટોળા ત્યાં એકઠા થઇ ગયા હતા. ત્યારે જ એક પૈસાદાર બાપનો નબીરો ફૂલ સ્પીડમાં જેગુઆર કાર લઈને આવ્યો અને આ ટોળા પર કાર ફેરવી વાળી. જેમાં 10 લોકોના મોત નિપજ્યા.
તથ્યએ 10 લોકોના લીધા જીવ :
ત્યારે કાર ચાલક તથ્ય પટેલ વિરુદ્ધ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે અને તથ્ય પટેલની ધરપકડ કરીને તેને ગતરોજ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મામલે એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જણાવી રહ્યો છે કે તથ્યને લોકો એટલા માટે કસૂરવાર માની રહ્યા છે કે તે પૈસાદાર બાપનું સંતાન છે અને મીડિયા પણ ગંદી રાજનીતિ કરી રહી છે.
બચાવમાં આવ્યો યુવક :
ત્યારે હવે આ વીડિયોને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર kdshekhawat.1 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેને ડીલીટ પણ કરી દેવામાં આવ્યો છે, વીડિયોમાં એક યુવક કારમાં બેસીને એમ કહેતો જોવા મળી રહ્યો છે કે, “કાલે રાત્રે અમદાવાદમાં જે જેગુઆરનો અકસ્માત થયો, બહુ જ દુઃખદ છે તે વાત, 9 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો, પરંતુ ક્યાંકને ક્યાંક અહીંયા યુવક પાસે જેગુઆર હતી, તેના પિતા પાસે પૈસા હતા, નામ હતું એટલે બધું તેના પર ઢોળી દેવામાં આવ્યું છે.”
મીડિયાને ગંદુ કહ્યું :
તે આગળ એમ પણ કહે છે કે, “ગંદી રાજનીતિ શું હોય તે તમને જણાવું, અહીંયા કોઈ એવી વાત નહિ કરે કે બ્રિજ પર ક્યાંય કોઈ લાઈટ નહોતી, બીજી પહેલા જ ત્યાં એક થારનો અકસ્માત થયો હતો અને થાર વાળો ડ્રાઈવર મૂકીને ચાલ્યો ગયો હતો. તો 40 લોકો ત્યાં રોડ પર ઉભા રહીને કરી શું રહ્યા હતા ? લાઈટ નહોતી તો તમે વ્યક્તિ પાસે શું અપેક્ષા રાખી શકો ? અને રહી વાત મીડિયાની તો ભાઈ એટલું ગંદુ છે આ મીડિયા કે તેમને જે ગાળો આપી શકુંને એ ગાડી છે.”
તથ્ય પટેલના પરિવારને શક્તિ મળે એવી પ્રાર્થના કરી :
વીડિયોમાં તે એમ પણ કહી રહ્યો છે કે, “કારણ કે મીડિયા કહી રહી છે કે 160 પર ગાડી હતી, 170 પર ગાડી હતી, નાલાયક છોકરો તો તમારા બાપના પૈસાથી તો ગાડી લીધી નથી એને. અને બીજી વાત કે પોલીસે ખુદ એ જસ્ટિફાય કર્યું છે કે ના તો તે પીધેલો હતો.” આ ઉપરાંત યુવકે પોતાના સોશિયલ મીડિયામાં કેટલાક સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા હતા, જેમાં તેને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તથ્ય પટેલ અને તેના પરિવારને વધુ શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરી હતી, સાથે જ અન્ય એક સ્ક્રીનશૉટમાં તેને #WeStandWithTathyaPatel નામથી એક હેશટેગ ક્રિકેટ કરીને 10 લોકોના જીવ લેનારા તથ્ય પટેલનો સાથ આપવાની વાત પણ કહી છે.
View this post on Instagram